________________
૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ નિકળી પડ્યા. નગરના મુખ્ય બારણે લખ્યું કે-“ભાઈ (રાજા)થી અપમાનિત થયેલ વસુદેવ અહીં સળગી મર્યો છે. ત્યાં ચિતા બનાવી કોઈ મરી ગયેલું ઢોર બાળી તે દેશાંતરે ચાલી નિકળ્યા.
વસુદેવ જ્યાં જ્યાં ગયા ત્યાં અનેક રાજા-મહારાજા-વિદ્યાધરોની રૂપવતી કન્યાઓ પરણ્યા.
એકવાર સૌરીપુરનગરમાં જ રોહિણીનો સ્વયંવર રચાયો. ઘણાં બધા રાજા ત્યાં આવ્યા હતા. વસુદેવ પણ વિદ્યાવડે કુબડાનું રૂપ લઈ ત્યાં પહોંચ્યાં. રોહિણી તેમને મૂળ સ્વરૂપમાં જોતી હતી. મુગ્ધ થઈ તેણે તરત વરમાળા પહેરાવી દીધી. એક ઠીંગુ-કાળા કુબડાને આવી કુંવરી પરણે એ રાજાઓથી સહન ન થયું ને હાહાકાર મચી ગયો. સમુદ્રવિજય રાજા યુદ્ધ માટે સજ્જ થઈ આવી ઉભા. વસુદેવે પણ હથિયાર તૈયાર કર્યા, પણ ભાઈ સાથે યુદ્ધ અનુચિત સમજી “વસુદેવ ભાઈને પ્રણામ કરે છે.” એવું લખેલું બાણ ધનુષ પર ચઢાવી છોડ્યું જે રાજા સમુદ્રવિજયના પગ પાસે પડ્યું. બાણના શબ્દો વાંચતાં સમજાયું કે નાનો ભાઈ વસુદેવ છે અને એણે આવું વામણું રૂપ લીધું છે. યુદ્ધ અટકાવવામાં આવ્યું. વસુદેવે પોતાનું મૂળ રૂપે પ્રગટ કર્યું. ભાઈઓ ભેટી પડ્યાં. આનંદના વાતાવરણમાં રોહિણી સાથે વસુદેવના લગ્ન થયા, સમારોહપૂર્વક નગરપ્રવેશ થયો ક્રમે કરી રોહિણીએ હાથી, સિંહ, ચંદ્રમા અને સમુદ્રના સ્વપ્નથી સૂચિત પુત્રને જન્મ આપ્યો તેનું બળદેવ અને દેવકીએ સાત સ્વપ્નથી સૂચિત પુત્ર પ્રસવ્યો તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું, (વસુદેવહિંડી નામક ગ્રંથમાં આ વિષય વિસ્તારથી આલેખાયો છે) અંતે વસુદેવ સ્વર્ગે સંચર્યા.
વૈયાવચ્ચ નામક સમ્યકત્વના ત્રીજા લિંગને જે જીવ આદરે તે નંદિષેણમુનિની જેમ આ લોકમાં પણ વિપુલ ઋદ્ધિ-વૈભવ અને પરંપરાએ મોક્ષના સુખને પામે છે.
૧૨
વિનય
અરિહંત, સિદ્ધ, સાધુ ધર્મ, ચૈત્ય, ઋત, જિનપ્રવચન (શાસન), આચાર્ય, ઉપાધ્યાય અને સમ્યક્ત્વ આ દશ પદનો વિનય કરવો. એટલે આ દશેની પૂજા, પ્રશંસા ભક્તિ, બહુમાન કરવા અને આશાતના ટાળવી. દેવ-અસુર-નરેન્દ્ર આદિની પૂજાને જેઓ યોગ્ય છે, જે અશોકવૃક્ષાદિ અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત છે તે અત્ કહેવાય, તીર્થકર કહેવાય. ઉત્કૃષ્ટકાળે એક્સો સિત્તેર અને જઘન્યકાળમાં વીસ કે દશ વિચરે છે. જન્મની અપેક્ષાએ ઉત્કૃષ્ટ વીસ અને જઘન્યથી દસ હોય છે.
જેમનાં સર્વકાર્ય સિદ્ધ થયા, જે કૃતકૃત્ય થયા તે સિદ્ધ કહેવાય. જે એકથી માંડી દશ સુધીના ધર્મ આચરતા અને ઉપદેશતા હોય તે મુનિ કહેવાય. ત્રણે લોકમાં રહેલા શાશ્વતા કે અશાશ્વતા જિનાલયોને ચૈત્ય કહેવાય.