________________
૨ ૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ પુષ્પાવતીએ દીક્ષા લઇ લીધી. સારી રીતે આરાધના કરી સ્વર્ગમાં દેવ થઈ. અહીં કેટલાક સમય પછી રાજા પુણ્યકેતુ મૃત્યુ પામતાં પુષ્પચૂલ-પુષ્પચૂલા રાજા રાણી થયાં, નિઃશંક બની ભોગો ભોગવવા લાગ્યાં. દેવ બનેલ માતાએ અવધિજ્ઞાનથી આ જાણ્યું તો એની ગ્લાનિનો પાર ન રહ્યો. એ જીવોની કામાંધદશા અને અજ્ઞાનતા માટે તેને દયા ઉપજી, પુષ્પચૂલામાં પાત્રતા જણાયાથી તેને સ્વપ્રમાં નરકનાં ઘોર દુઃખો દેખાડ્યાં. તે જોઈ ભયથી વિહ્વળ બનેલી રાણીએ રાજાને સ્વપ્રની વાત કહી ઉમેર્યું કે-“પાપ કરવાથી આવાં ઘોર દુઃખ વેઠવાં પડે છે. હવે શું થશે? મને ઘણો ડર લાગે છે.” આના નિદાન માટે રાજોએ સવારે અનેક સંતો-વિદ્વાનો અને પંડિતોને બોલાવી નરક બાબત પૂછયું કે- “નરક શું છે? કોઈએ ગર્ભાવાસને, કોઈએ પરાધીનતાને, તો કોઇએ દરિદ્રતાને, કોઇએ અતિરોગીદશાને એમ ભિન્ન ભિન્ન રીતે નરકની વ્યાખ્યા કહી પણ તે વાસ્તવિક ન હોઈ રાણીને સંતોષ થયો નહીં, છેવટે કોઈ પાસે જાણવા મળ્યું કે આ બાબત જૈન મુનિ જાણતા હોય છે એટલે રાજા-રાણી ઉપાશ્રયે ગયાં. તેમને નરકનું સ્વરૂપ પૂછતાં તેમણે કહ્યું-“રાજા ! નરક સાત છે. સાતે નરકના આયુષ્ય, શરીર, પ્રમાણ જુદાં-જુદાં છે. તેઓ સદા અશુભ લેશ્યાવાળા, અનંત વેદનાથી વ્યથિત હોય છે. દીઠાં ન ગમે તેવાં બીભત્સ એમનાં શરીર હોય છે. રૌદ્ર પરિણામવાળા ક્લેશમય જીવનવાળા તેઓને પરમાધામી દેવો દ્વારા થતી તેમ જ પોતાના ક્ષેત્રમાંથી થતી વેદનાનો અંત હોતો નથી. સુધા અને તરસનો પણ પાર હોતો નથી.' ઇત્યાદિ સપનામાં જોયા પ્રમાણે આખો અહેવાલ સાંભળી રાણી બોલી-“શું તમને પણ મારા જેવા જ સ્વપ્નાં આવે છે કે?’ તેમણે કહ્યુંભદ્રે ! આ સ્વપ્નની નહીં પણ નક્કર વાતો છે. શ્રી જિનેશ્વરદેવના આગમોમાં સંસારનું યથાર્થ - સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.' રાણીએ પૂછ્યું – “મહારાજજી ! શાથી જીવને નરકે જવું પડે ? જ્ઞાની ગુરુએ કહ્યું-“મહારંભ કરવાથી, પરિગ્રહ પર મૂછ રાખવાથી, માંસ આદિનું ભોજન કરવાથી અને પંચેન્દ્રિય પ્રાણીનો વધ કરવાથી નરકે ઉત્પન્ન થવું પડે છે.' ઇત્યાદિ બોધ સાંભળી રાજારાણી પાછા આવ્યાં. એ રાત્રિએ દેવે રાણીને દેવલોકના સુખ-વૈભવના સપના બતાવ્યાં.
રાણી રાજાને લઈ ઉપાશ્રયે આવીને સ્વર્ગનું વર્ણન હૂબહૂ સ્વપ્નમાં જોયા પ્રમાણે સાંભળી ખૂબ રાજી થઈ પૂછવા લાગી કે –“સ્વર્ગ શાથી મળે?' મહારાજજીએ કહ્યું કે - “શ્રાવક કે સાધુજીનો ધર્મ પાળવાથી જીવ સ્વર્ગે જાય.” ઇત્યાદિ સાંભળતાં તેને સાધુ-ધર્મની રુચિ જાગતાં તેણે રાજાને કહ્યું-“અનુમતિ હોય તો હું દીક્ષા લઉં. મને ખૂબ જ ભાવ જાગે છે.” રાજાએ કહ્યું- તારા વગર હું રહી જ ન શકું.” ઘેર આવી રાણીએ ઘણો જ આગ્રહ કર્યો, ત્યારે રાજાએ કહ્યું- તું પ્રતિદિવસ અહીં મહેલમાં આહાર લેવા આવે તો અનુમતિ આપું.' રાણીએ સ્વીકાર કરવાથી મહામહોત્વપૂર્વક રાણીને દીક્ષા અપાવી. પોતે આપેલ વચન મુજબ પુષ્પચૂલા સાધ્વી દિવસમાં એકવાર તો મહેલમાં અવશ્ય આવતાં અને રાજાને દર્શન આપતાં. કેટલાક સમય પછી જ્ઞાનબળે દુષ્કાળ પડતો જાણી આચાર્ય મહારાજે પોતાના શિષ્યોને અન્યત્ર વિહાર કરી જવા ફરમાવ્યું અને પોતે અવસ્થાને કારણે ત્યાં જ રહ્યા. સાધ્વી પુષ્પચૂલા વૃદ્ધ આચાર્ય મહારાજની આહાર-પાણી આદિની તેયાવચ્ચ સેવા-સુશ્રુષા અગ્લાનભાવે કરવા લાગ્યાં. એ ગીતાર્થ ગુરુના સેવનથી તેમની શ્રદ્ધા-જ્ઞાન આદિ