________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ પક્વ અને આત્મા પુષ્ટ થવા લાગ્યો. આમ કરતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ગૌચરી લાવવાનો ક્રમ ચાલુ જ હતો.
પોતાને અનુકૂળ અને રુચિ પ્રમાણેનો આહાર જોઈ તેમણે એકવાર પૂછ્યું- તું અભીષ્ટ આહાર લાવે છે તો શાથી? કાંઈ જ્ઞાન વગેરે થયું છે?' તેમણે જવાબ વાળ્યો “સહવાસથી સમજણ પડે ને?” (પણ ભક્તિ ન અટકે માટે તેમણે જ્ઞાનની વાત ન જણાવી) એકવાર વરસતે વરસાદે તેઓ આહાર-પાણી લાવ્યાં. આચાર્યશ્રીએ કહ્યું કે “હે કલ્યાણિ ! તું શ્રુત-સિદ્ધાંતની જાણકાર છતાં વરસતા પાણીમાં શા માટે વહોરવા ગઈ ?' તેમણે ઉત્તર આપ્યો-“જ્યાં જ્યાં અચિત્ત અષ્કાયની વર્ષા હતી તે પ્રદેશમાં થઈને આહાર લાવી છું માટે આહાર શુદ્ધ છે.” ગુરુએ પૂછ્યું - “અચિત્ત પ્રદેશ કેમ કરી જાણ્યો?” તેમણે કહ્યું-“જ્ઞાનથી.' ગુરુજીએ પૂછયું-કેવા જ્ઞાનથી?” સાધ્વી બોલ્યાં-“આપના પસાયે કેવળજ્ઞાનથી.” આ સાંભળતાં જ આચાર્ય મહારાજ હેબતાઈ ગયા. તેમને ઘણું દુ:ખ થયું કે-“મેં કેવળીની આશાતના કરી. તેમને ખમાવી મિચ્છામિ દુકાં દીધા પછી આદરપૂર્વક પૂછ્યું કે –“મને કેવળજ્ઞાન થશે કે નહીં?' કેવળી સાધ્વી બોલ્યાં-“ગંગા નદી પાર કરતાં તમને કેવળજ્ઞાન થશે.” કેટલોક કાળ વીત્યા પછી આચાર્યશ્રી હોડીમાં બેસી ગંગા પાર કરી રહ્યા હતા. હોડી હંકાર્યા પછી થોડીવાર એવું બન્યું કે જે તરફ આચાર્ય બેઠા હોય તે ભાગ ડૂબવા લાગે. આ કિનારે બેસે તો એ અને પેલે કિનારે બેસે તો પેલો કિનારો હોડીનો વળી જાય. વચમાં બેસે તો આખી નાવ ડૂબવા લાગે. આ દેખી સહયાત્રીઓ ખીજામાં ને આચાર્યને ઊંચકીને નદીમાં નાંખી દીધા. આચાર્યશ્રીની પૂર્વભવની અપમાનિત પત્ની વ્યંતરી થઈ હતી. તેણે આ ઉત્પાત મચાવ્યો હતો. તેણે પાણીમાં શૂલી ઉભી કરેલ. તેમાં ફેંકાયેલા આચાર્ય વીંધાઈને ભરાઈ ગયા ને લોહીની ધારા પડવા લાગી, તેઓ આ જોઈ વિચારવા લાગ્યા કે-“મારા લોહીથી અપ્લાય જીવોનો નાશ થશે ! આમ વિચારતાં તેમને કેવળજ્ઞાન થયું. થોડી જ વારમાં શેષકર્મ પણ ક્ષય પામતાં, તેઓ સિદ્ધ બુદ્ધ અવિનાશી થયા. નિકટવર્તી દેવોએ તેમનો કેવળમહિમા-મહોત્સવ કર્યો. ત્યાં પ્રયાગ નામનું તીર્થ થયું, જ્યાં માહેશ્વરી આદિ લોકો કૈલાસવાસ કે ઇચ્છિત પામવા પોતે કરવત મૂકાવે છે. શ્રી પુષ્પચૂલા સાધ્વી પૃથ્વી પર લાંબો કાળ વિચરી અનેક જીવોને બોધ પમાડી પ્રાંતે મોક્ષે સીધાવ્યાં.
ગુણોને લીધે પ્રશંસાને યોગ્ય તથા પવિત્ર એવું પુષ્પચૂલાનું પવિત્ર ચરિત્ર સાંભળીને જે ભવ્યજીવો પોતાના ગુરુઓની ચરણસેવામાં રક્ત રહે છે તે શાશ્વત સુખના મહેલમાં રમે છે.
શ્રદ્ધાભ્રષ્ટજનસંસર્ગવર્જન-ત્રીજી શ્રદ્ધા કદાગ્રહને કારણે જેમણે સમ્યકત્વ ખોઈ નાંખ્યું છે તે, યથાસ્થિત સર્વ પદાર્થને પ્રમાણભૂત લેખવા છતાં અનેક પદાર્થ-વસ્તુ માટે અલગ અભિપ્રાય રાખે છે, અને જે જિનવચનનો લોપ કે
ઉ.ભા.-૧-a.