________________
૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ અપલાપ કરે તે નિહ્નવ કહેવાય. તેમનો તથા પાસત્કા-કુશીલ આદિનો સંસર્ગ-પરિચય ન કરવો. તેઓના સંગે સમકિતની હાનિ થાય. શ્રદ્ધા ગયા પછી જીવ પાસે શું બચે? આ ત્રીજી શ્રદ્ધા પર જમાલીનું પ્રસિદ્ધ દષ્ટાંત છે.
ભગવાન મહાવીરદેવના ભગિનીને કુડપુર નરેશ સાથે પરણાવ્યાં હતાં. તેમના પુત્ર જમાલી મહાવીર પ્રભુની દીકરી પ્રિયદર્શનાને પરણ્યા હતા.
એકવાર પરમાત્મા બહોળા સમુદાય સાથે કુડપુરના ઉદ્યાનમાં પધાર્યા. રાજા-પ્રજા પ્રભુને વાંદવા તથા ધર્મ સાંભળવા ત્યાં આવ્યા. પ્રભુજીએ દેશના દેતા ફરમાવ્યું- મહાનુભાવો ! આ જીવ ઇચ્છા અને અભિલાષામાં રાચતો રહે છે! ઘર, પત્ની, પુત્ર, મિત્ર, ધન-ધાન્ય આ બધું કેવું સરસ મને મળ્યું છે. વ્યાપાર-વ્યવસાયમાં કેવો મજાનો લાભ થયો છે ! ઈત્યાદિ સોનેરી સ્વપ્નમાં જીવ ખોવાયેલો રહે છે પણ એ વિચાર નથી આવતો કે શરીરમાંથી આત્મા નીકળ્યા પછી આ માંહેલું મારું કેટલું?' ઇત્યાદિ પ્રભુજીની યથાર્થવાણી સાંભળી, માતાપિતાને અતિઆગ્રહ સમજાવી પાંચસો રાજપુત્ર સાથે જમાલીએ અને એક હજાર સન્નારી સાથે પ્રિયદર્શનાએ ભગવાન પાસે દીક્ષા સ્વીકારી. ધર્મનો જય જયકાર થઈ રહ્યો. જમાલમુનિ ભણીગણી વિદ્વાન થયા, અગીયાર અંગસૂત્રના જ્ઞાતા થયા. એકવાર જમાલમુનિએ પાંચસો સાધુઓ સાથે પોતે સ્વયં સ્વતંત્ર વિચરવાની ભગવંત પાસે અનુમતિ માંગી. પ્રભુ મૌન રહ્યા. તેઓ પોતાના પાંચસો શિષ્યો સાથે વિહાર કરી ગયા. એકવાર વિચરતા શ્રાવસ્તીનગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અચાનક તેમને દાહજવરનો વ્યાધિ થઈ આવ્યો, શરીર ક્ષીણ થવા લાગ્યું, તેમણે શિષ્યોને કહ્યું - “મારાથી હવે બેસી રહેવાતું નથી માટે શીધ્ર સંથારો પાથરો.” વેદના વધી જવાથી તેમણે થોડી વારે પૂછ્યુંસંથારો થઈ ગયો ?” શિષ્યોએ હા પાડી. તેઓ ઊઠીને જુએ છે તો સંથારો પથરાતો હતો. વેદનાથી શીઘ ક્રોધિત થયેલા તેઓ મિથ્યાત્વના ઉદયે પ્રભુના સિદ્ધાંતને યાદ કરી વિચારવા લાગ્યા કે-કમાણે કડ-ચમાણે ચલે' એટલે કરવા માંડ્યું તે કર્યું અને ચાલતા થયા કે પહોંચ્યા ઈત્યાદિ પ્રભુના શબ્દો પ્રત્યક્ષ જ ખોટા પડે છે. “આ સંથારો કરવા માંડ્યો તે થયો' કેમ કહેવાય? કોઈ પણ વસ્તુ કરવા માંડી એટલે “થઈ નહીં, પણ થઈ રહે એટલે થઈ કહેવાય. ઘડો વગેરે ક્રિયા પત્યા પછી જ દેખાય પણ માટીનાં પિંડને કાંઈ ઘડો કહેવાય? આ વાત નાનું છોકરું પણ સમજી શકે છે.
ક્રિયાકાળની સમાપ્તિ પછી જ કાર્ય દેખાય છે. ઈત્યાદિ માન્યતા મગજમાં સ્થિર થઈ ગઈ. સ્વાથ્યલાભ થયા પછી પોતાના શિષ્યોને તેમણે પોતાની માન્યતા અને આશય સમજાવ્યો. ત્યારે તેમના સમુદાયમાં રહેલ સ્થવિરો (વૃદ્ધ-જ્ઞાની સાધુઓ)એ કહ્યું કે- હે આચાર્ય! ભગવંતનું વચન તમે બરાબર સમજી શક્યા નથી. માટે તમને એમ લાગે છે. પ્રભુવાક્ય પ્રત્યક્ષમાં જરાય વિરુદ્ધ નથી. એક ઘટાદિકાર્યમાં અવાંતર કારણ અને કાર્યો એટલાં બધાં છે કે તેની સંખ્યા પણ ન ગણાય, માટી લાવવી, પલાળવી, ખૂંદવી, કાંકરાદિ દૂર કરવા, પિંડ બાંધવો, ચાકડા પર મૂકવો, ચાકડાને