________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ એકવાર દયાના સાગર ભગવાન ચંપાનગરીમાં સમવસર્યા. ત્યારે મુનિ જમાલી ત્યાં આવી કહેવા લાગ્યા કે-“મારા સિવાય તમારા બધા શિષ્યો છદ્મસ્થ છે. માત્ર હું સર્વજ્ઞ કેવળી છું.' ત્યારે શ્રી ગૌતમ ગણધર બોલ્યા-‘તમે અસત્ય ન બોલો. પરમાત્માના વચનમાં અસત્યને અવકાશ જ નથી. જો તમે સર્વજ્ઞ છો તો કહો “આ લોક શાશ્વત છે કે અશાશ્વત?” “આ જીવ નિત્ય છે કે અનિત્ય?” પણ મુનિ જમાલી ઉત્તર ન સૂઝવાથી મૌન રહ્યા. કરૂણાના સાગર પ્રભુ બોલ્યા - “જમાલી ! આનો ઉત્તર તો અમારા ઘણા છદ્મસ્થ શિષ્યો પણ આપી શકે છે. હતો છે અને રહેશે એમ ત્રણ કાળની અપેક્ષાએ લોક શાશ્વત અને ઉત્સર્પિણી-અવસર્પિણી કાળની અપેક્ષાએ અશાશ્વત છે. દ્રવ્યરૂપે જીવનો કદી નાશ ન હોઈ તે નિત્ય છે પણ નર-નારી-દેવ-પશુ આદિ પર્યાયની અપેક્ષાએ જીવ નિત્ય નથી.”
આવા કલ્યાણકારી વચનો પ્રભુએ કહ્યાં છતાં તેને નહીં માનતા મિથ્યાભિનિવેશ-મિથ્યાત્વને વશ પડી ઉસૂત્રનો ઉપદેશ આપતા જમાલી છેવટે પાપનું પ્રતિક્રમણ કે આલોચના કર્યા વગર અણસણપૂર્વક કાળ કરી છઢ લાંતક નામના દેવલોકમાં દેવ થયા. (જમાલમુનિનું વિસ્તારપૂર્વક ચરિત્ર ભગવતીજી સૂત્રમાં છે.)
દેવ-મનુષ્ય ને તિર્યંચના પાંચ-પાંચ કુલ પંદર ભવ કરી છેવટે જમાલી મુક્તિને પામશે.
જમાલીનું ચરિત્ર સાંભળી, જે સમકિતથી ભ્રષ્ટ હોય તેનો સંગ ન કરવો. કદાચ સંગ થાય તો પણ જેઓ ઢંક શ્રાવકની જેમ શ્રદ્ધાને આંચ આવવા દેતા નથી, તેઓ ધન્ય છે. તેઓ સ્વર્ગ અને પ્રાંતે મોક્ષનાં સુખ મેળવે છે.
પાખંડી-પરિચય-વર્જન. શાક્યાદિ કુદૃષ્ટિઓનો બૌદ્ધાદિ મિથ્યાભાષીઓનો સંગ ત્યાગવા રૂપ ચોથી શ્રદ્ધા એટલે પાખંડીનો પરિચય વર્જવો.
તે લોકોનો ઉપદેશ છે કે –“માંસભક્ષણ, મદિરાપાન અને મૈથુનસેવનમાં કશો દોષ નથી.” આ તો જીવોની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. છતાં એ વસ્તુઓથી નિવૃત્તિ લેવાય તો તે મહાફળવાળી છે.
વળી કહેવાયું છે કે - “હે સુનયન ! ખા-પી અને મોજ કર, હે સુતનુ! જે ગયું તે ગયું પાછું આવનાર નથી. ઓ ભોળી ! આત્મા અને પરલોકના પ્રપંચમાં પડીશ નહીં.' પાંચ મહાભૂતના સમુદાયવાળા આ કલેવરમાં ચેતના પેદા થાય છે ને એમાં જ નષ્ટ થાય છે. તેમજ પદાર્થને એકાંતે નિત્ય કે અનિત્ય માનનારા પાસે વાસ્તવિકદષ્ટિ ન હોઇ તેઓ મિથ્યાત્વિ છે. તે માટે કહેવામાં