________________
૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
ભૌતિક અને કલ્પિત સુખથી સંતોષ થાશે ? નહીં જ.' આ સાંભળી બોધ પામેલા ઉદાયન રાજાએ દીક્ષા લીધી. આ છેલ્લા રાજર્ષિ છે. આ ભવે જ મોક્ષગામી છે. પ્રભુજીની વાણી સાંભળી અભયકુમાર પણ વિરક્ત થયા. તેમણે ઘેર આવી પિતાજીને બધી વાત કરી, પોતાની દીક્ષા લેવાની ભાવના પ્રકટ કરતાં કહ્યું-‘આપના જેવા ધર્મરાગી પિતા અને શ્રી વર્ધમાનસ્વામી જેવા પરમ દયાળુ નાથ છે. પ્રભુ અને ગુરુ છે. આવી ઉત્તમ સામગ્રી-સગવડ છતાં હું જો કર્મના નાશનો પ્રયત્ન ન કરું તો બધું મળ્યું વ્યર્થ જ છે.’
આ સાંભળી ચકિત થયેલા શ્રેણિકે પુત્રને ભેટતાં કહ્યું - ‘ભાઈ, આવા ઉત્તમ કાર્યમાં ના કેમ પડાય ?' પણ જે દિવસે હું તને ખીજાઇને કહું કે - ‘જા તારૂં મોઢું મને બતાવીશ નહીં' તે વખતે તું તારે વગર-પૂછ્ય દીક્ષા લેજે. અભયકુમારે વાત માની અને સુખે રાજકાર્ય કરવા લાગ્યા.
એકવાર પરમાત્મા મહાવીરદેવને વંદન કરીને રાણી ચેલ્લણા અને રાજા શ્રેણિક પાછાં ફરતાં હતાં. તે વખતે ખૂબ જ ટાઢ પડતી હતી. માર્ગમાં નદીકાંઠે વૃક્ષ નીચે એક મુનિ કાઉસ્સગ્ગધ્યાને અડગ ઉભા હતા. સંધ્યાટાણું થવા આવ્યું હતું અને હાડ થીજાવી દે તેવા ઠંડા સૂસવાટા
વા'વા લાગ્યા હતા.
રાજા-રાણીએ મુનિને પ્રદક્ષિણા દેઇ વંદન કર્યું. સ્તુતિ પ્રશંસા કરી અને મહેલમાં આવ્યાં. રાણીના ચિત્તમાં હાડ થીજવી દે તેવી ટાઢમાં નદીકાંઠે ઉભેલા ધ્યાનસ્થ મુનિની સાધના જાણે અંકાઇ ગઇ. રાતે ઊંઘમાં રાણીનો એક હાથ રજાઈની બહાર રહેતાં ઠરી ગયો અને ઊંઘ ઉડી ગઇ. હાથ સોડમાં લેતાં ઠંડીની ઉગ્રતાનો વિચાર કરતાં એનાથી બોલાઈ ગયું કે –‘અહો ! એ અત્યારે શું કરતા હશે ?' બાજુમાં સૂતેલા શ્રેણિકની આકસ્મિક ઊંઘ ઉડી ગઇ અને તેણે આ શબ્દો સાંભળ્યા. તેને શંકા થઇ આવી કે ખરેખર આ રાણીએ કોઇક પોતાના વહાલાની ચિંતા કરી. અવશ્ય તેને કોઇક સાથે સંબંધ છે. આવી સમજુ અને ઉચ્ચકુળની આ રાણી જો આમ છે, તો બીજાનું શું પૂછવું ? એમ વિચારી રાજાએ સવારે અભયકુમારને આજ્ઞા આપી કે- ‘આખું અંતઃપુર સળગાવી નાખ આ બાબત મને બીજીવાર પૂછવા આવીશ નહીં.' એમ કહી રથમાં બેસી રાજા ભગવાનને વાંદવા ઉપડી ગયા. દેશના સાંભળ્યા પછી તેણે પ્રભુજીને પૂછ્યું કે - ‘ચેડા રાજાની પુત્રીઓ પતિવ્રતા છે કે ? પ્રભુજીએ કહ્યું – ‘શ્રેણિક ! ચેડા રાજાની સાતે સાત પુત્રીઓ- અને તારી બધી રાણીઓ સતી છે.' ઇત્યાદિ સાંભળી શ્રેણિકને ફાળ પડી કે-‘ઉતાવળમાં મેં અર્નથ કરી નાંખ્યો. ક્યાંક અભય રાણીવાસ બાળી ન નાખે.' એમ વિચારી રાજા ઉતાવળે નગર ભણી ચાલ્યા. અહીં અભયકુમારે વિચાર્યું કે મહારાજાએ ગંભીરતાપૂર્વક વિચાર્યા વગર ઉતાવળે નિર્ણય લીધો છે, જે પાછળથી કદાચ સંતાપકારી થઇ પડે અને એમની આજ્ઞાનું ખંડન પણ સારૂં નહીં. એમ વિચારી રાણીના મહેલ પાસેના જીર્ણ મકાનમાંથી માણસો અને જાનવરો આદિને બહાર કઢાવી તેમાં રહેલું ઘાસલાકડાં વગેરે સળગાવી મૂક્યાં. નગર આખામાં જાણે ધૂમાડો-ધૂમાડો થઇ ગયો. કામ પતાવી અભય પણ પરમાત્માને વાંદવા ચાલ્યા. સામા મળેલા રાજાએ નગરનો ધૂમાડો જોઈ અભયને