________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
ક્ષાયોપશમિક અને શાયિક, મિથ્યાત્વ-મોહનીય તથા અનંતાનુબંધી ચારે કષાય ઉદયમાં ન હોય પણ (ભારેલા અગ્નિની જેમ) ઉપશાંત હોય તે સ્થિતિમાં પ્રાપ્ત થનાર તે ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય. અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ ત્રણ કરણ કરવાપૂર્વક એક અંતર્મુહૂર્ત કાળ પર્યંત આ સમ્યક્ત્વને ચારે ગતિમાં રહેલો કોઈપણ ભવ્યજીવ પામી શકે છે, અથવા ઉપશમશ્રેણિ પર ચઢતા જીવને ઉપશાંતમોહ નામક અગીયારમાં ગુણઠાણા સુધી ઔપશમિક સમ્યક્ત્વ હોય છે. ઉદયને પામેલા મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો ક્ષય તથા ઉદયમાં નહીં આવેલાના ઉપશમથી પ્રાપ્ત તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાય. આ સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમની છે. સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ સાત પ્રકૃતિનો મૂળમાંથી નાશ થતાં ક્ષાયિક સમકિત પ્રગટે છે. આની સ્થિતિ સાદિ અનંત છે. આ સમકિતના પ્રભાવે શ્રી શ્રેણિક મહારાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું.
૧૨
શ્રી શ્રેણિકરાય બહુશ્રુત, વિદ્યાના ધારક કે વાચક નહોતા. છતા આવતી ચોવીશીમાં પહેલા તીર્થંકર થવાના છે, તે માત્ર સમ્યક્ત્વના જ પ્રતાપે તેમનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
મગધસમ્રાટ શ્રેણિકરાજા પાટનગર રાજગૃહીમાં રહી શાસન કરતા હતા. એકવાર વિશ્વવત્સલ પરમાત્મા મહાવીરદેવ ગુણશીલ નામના ચૈત્યમાં સમવસર્યાં-પધાર્યાં.
મોટા સમારોહપૂર્વક શ્રેણિક૨ાજા પ્રભુજીને વાંદવા આવ્યા. તેઓ પ્રભુ પાસે બેઠા હતા. તેવામાં એક કોઢનો રોગી માણસ (કોઢીયો) ત્યાં આવ્યો અને પ્રભુજીની ચરણ સેવા કરતાં-કરતાં પોતાના શરીરમાંથી ઝરતાં લોહી-પુરુથી તે પ્રભુજીના પગને ચર્ચવા લાગ્યો. તેનું આવું વર્તન જોઇ શ્રેણિક૨ાયને ગુસ્સો આવ્યો. તેઓ કાંઈ કરે તેવામાં પ્રભુજીને છીંક આવી. તે સાંભળી કોઢીયાએ કહ્યું- ‘મરો.’ શ્રેણિક કાંઈ કહે તેટલામાં એમને પણ છીંક આવી. તેમને કોઢીયાએ કહ્યું ‘ઘણું જીવો.’ એટલામાં શ્રેણિકની પાસે જ બેઠેલા અભયકુમાર (રાજાના મોટા પુત્ર)ને છીંક આવી, તો કોઢીયો બોલી ઉઠ્યો ‘મરો કે જીવો’ એવામાં ક્યાંયથી એક કાલસૌરિક નામનો ક્રુર કસાઈ આવી ચઢ્યો ને તેને પણ યોગાનુયોગ છોક આવી. તે સાંભળી કોઢીયો ‘ના મર ના જીવ.’ એમ બોલી ઉઠી ચાલતો થયો. જેણે ભગવાનને ‘મરો’ એમ કહ્યું તેને અવશ્ય દંડ દેવો જોઇએ, એમ વિચારી શ્રેણિકે પોતાના માણસોને ઇશારો કર્યો કે આ માણસ સમવસરણની બહાર જાય કે તરત પકડી લેજો. તેઓ તેમ કરવા ગયા પણ કોઢીયો તો આકાશમાં ઉડી ગયો. સેવકોએ એ બીના રાજાને જણાવી. ત્યારે વિસ્મિત થયેલા રાજાએ પૂછ્યું - ‘ભગવંત ! આ કોઢીયો કોણ હતો ? અને તેણે આવું ગંદું-ગોબરું કામ કેમ કર્યું ?’ ત્યારે પરમાત્માએ કહ્યું - ‘હે શ્રણિક ! એ કોઢીયો નહોતો, દર્દુરાંક નામક દેવ હતો. તેણે ઉત્તમ સુખડથી મારા પગની અર્ચના કરી હતી, માત્ર દેખાવ તેણે રોગી અને પરુ આદિનો કર્યો હતો.' શ્રેણિક રાજાએ પૂછ્યું- ‘ભંતે ! શાથી તે આવો દેવ થયો ?’ પ્રભુએ કહ્યું-‘કૌશાંબીના શતાનીક પાસે એક સેટુક નામનો સેવક હતો. એકવાર રાજી થયેલા રાજાએ તેને વરદાન માંગવા કહ્યું. તેણે પોતાની પત્નીની સલાહ મુજબ માંગ્યું કે ‘પ્રતિદિવસ નવા