________________
૧૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ સ્વભાવ અજીવનો હોય. આદિથી પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનું સત્પદ આદિ સાત ભાંગાથી વારંવાર ચિંતન કરવું તે પરમાર્થ-સંસ્તવ નામની પ્રથમ શ્રદ્ધા છે, અને “પરમરહસ્ય-પરિચય' પણ કહે છે.
આના અધિકારી તત્ત્વજ્ઞ-તાત્ત્વિક જીવો જ હોય છે. પણ મિથ્યાત્વી કે અંગારમદક જેવા અભવીને આ શ્રદ્ધા પેદા થઈ શકતી નથી. શ્રી અભયકુમારનાં દૃષ્ટાંતે તે સમજી શકાશે.
ત્પાતિકી આદિ બુદ્ધિના નિવાસ તુલ્ય અને પાંચસો મંત્રીઓમાં મહામાત્ય, અભયકુમાર તત્ત્વના પરિચયથી સર્વાર્થસિદ્ધ નામના (એકાવતાર) વિમાનનાં સુખ પામ્યાં.
મગધપતિ પ્રસેનજિત રાજાને શ્રેણિક આદિ એક સો પુત્રો હતા. યોગ્ય પુત્રની તપાસ માટે રાજાએ એક મોટા મંડપમાં બધાં રાજકુમારોને પોત-પોતાની થાળી લઈ ખીર ખાવાં બેસાડ્યાં અને પછી ભૂખ્યા કૂતરાઓ છોડી મૂક્યા. કૂતરાઓએ થાળી એંઠી કરી નાંખી. આ ઉપદ્રવ જોઇ શ્રેણિક સિવાયના રાજપુત્રો એંઠા હાથે ભૂખ્યા જ ઉઠી ગયા. આવતા કૂતરાને પોતાના ભાઈઓનાં ભાણાં આપતો રહ્યો, આમ શ્રેણિક શાંતિથી જમીને ઊભો થયો.
આ બીના જાણી રાજાએ નવાણું પુત્રોને ધન્યવાદ આપ્યાં ને શ્રેણિક માટે કહ્યું કે-કૂતરાઓ ભેગા જમીને કર્યું શાણપણ કર્યું ?'
બીજીવાર રાજાએ ખાદ્યાન્ન ભરેલાં કરંડીયાનાં ઢાંકણા સીવડાવ્યા અને પાણી ભરેલાં કોરા ઘડાના મોડામાં બંધ કરાવી એક મોટા ઓરડામાં મૂકાવ્યા અને પોતાના સોએ પુત્રોને કહ્યું“દીકરાઓ, તમારે આજ દિવસ-રાત અહીં જ રહેવાનું છે. ભૂખ લાગે તો કરંડીયો ખોલ્યા વિના ખાઈ લેજો, તરસ લાગે ત્યારે ઘડા ખોલ્યા-ફોડ્યા વિના પાણી પી લેજો અને ભૂખ્યા કે તરસ્યા રહેશો નહીં.'
પહેલાં તો બધાં વાતોના તડાકામાં પડ્યા. પણ પછી લાગી ભૂખ. ઘણાં યત્નો કર્યા પણ બંધ ઘડા-કરંડિયામાંથી પાણી કે ખાણું ન નિકળ્યાં. પ્રયત્ન કરી બધા ભૂખ્યા તરસ્યા આડા પડ્યા. પછી શ્રેણિકને ભૂખ લાગતા તે ધીરે રહીને કરંડીયા પાસે બેઠો, કરંડીયો ઉપાડી ભીંત સાથે અફળાવ્યો, તેથી અંદરના ખાજા-પુરી આદિનો ભૂકો થઈ ગયો, ને હલાવવાથી છિદ્ર વાટે બહાર આવી પડ્યો. તે બધું લઈ શ્રેણિક શાંતિથી ખાવા બેઠો, પછી નવા ઘડાનું પાણી ઝરતું હોઈ ઘડા પર કપડું વીંટી દીધું અને તે નીચોવી પાણી પીધું. આ જોઈ બધા ભાઈ અચરજ પામ્યા. સવારે આ બાબત રાજાએ જાણી, ત્યારે બોલ્યા-“શ્રેણિકમાં સમજણ જ નથી. ભિખારીની જેમ ધરતી પર પડેલું વણી ખાધું એમાં કઈ બુદ્ધિ વાપરી ?” આ સાંભળી શ્રેણિકને ઘણું લાગી આવ્યું, પણ વિનયવાન હોવાથી કાંઈ બોલ્યો નહીં.
એકવાર મહેલમાં આગ લાગવાથી રાજાએ પુત્રોને કહ્યું – “સારવાળી વસ્તુ લેવાય તે લઈને બહાર નીકળી ભાગો.” એટલે સહુ સોનું-ઝવેરાત આદિ લઈને ભાગ્યા, પણ શ્રેણિક તો