________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મનમાં કોઈ પણ ચિંતા કે ખેદ નથી. આ સર્વ આપને જ ઉપકાર છે. મારી બાલ્યાવસ્થામાં આપે ધાર્મિક સમજુતિવાળું તાત્વિક જ્ઞાન અપાવ્યું તે જ મારી આવી મનની પ્રબળ શાંતિવાળી સ્થિતિ થઈ રહી છે. માતાજી! તે માટે આપે મારા પર જે ઉપકાર કર્યો છે તેને કાંઈ પણ બદલો વાળવાને ભારે પ્રસંગ ન આવ્યા એટલું જ મારા મનમાં ખટકે છે. મારા પિતાશ્રીએ પણ ધાર્મિક જ્ઞાન માટે મારા ઉપર તેટલું જ પ્રયાસ લીધો છે તે ખાતે તેઓને આભાર અનેક જિંદગીઓ પર્યત ચાલુ જ રહેશે. હું સર્વ ને ખમાવું છું. વિશેષ પ્રકારે જેમના સહવાસમાં વિશેષ આવી છું તે સર્વને ખમાવું છું. મારે અપરાધ સર્વ જીવો ક્ષમા કરો. હું સર્વને માફી આપું છું. સર્વ છ મારા મિત્ર છે. મને કોઈ સાથે વેરવિરોધ નથી. ભાઈ ધનપાળ! તને વિશેષ પ્રકારે ખમાવું છું. મારા તરફને સ્નેહભાવ આજે પૂર્ણ થાય છે. હવે મારે મેળાપ સ્વર્ગ લોકમાં જ થશે. આટલું બોલતાં જ તે બળા બેહોશ થઈ પથારીમાં ઢળી પડી. સહજવાર પછી પાછી શાંતિ વળી, ધનપાળે નજીકમાં બેસી તેનું મસ્તક પિતાના બળામાં લીધું. સાવચેતીથી પંચ પરમેઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરાવવા લાગ્યો. ધન્ના પણ એક ચિત્તથી માનસિક જાપ કરતી હોય તેમ મનમાં સ્મરણ કરવા લાગી. પરમેષ્ટી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સહજ વારમાં તેને પવિત્ર આત્મા આ દેહ મૂકીને ઈચ્છાસંપન્ન મનોરથવાળી દેવભૂમિમાં જઈ વસ્યા.
અહા કેટલી બધી ક્ષણભંગુર સ્થિતિ ! આયુષ્યની અસ્થિરતા! સંગેની વિયોગશીલતા ! રહી વહાલા કુટુંબ વચ્ચે કલ્લોલ કરતી બાળા. આ દુનિયા ઉપરથી બીજી દુનિયા ઉપર ચાલી ગઈ.
ધજાનો વિગ તેના સર્વ કુટુંબને દુઃખરૂપ થઈ પડ્યો. તેમાં ધનપાળને વિશેષ પ્રકારે દુસહ દુઃખ થયું. તેના નેત્રમાંથી અને પ્રવાહ વહન થવા લાગ્યો. તેનું કઠોર હૃદય પણ કોમળ થઈ રડવા લાગ્યું. તત્વજ્ઞાનમાં નિપુણ ધનપાળ આજે મોહનિદ્રામાં ઘેરાવા
For Private and Personal Use Only