________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગ લાગ્યા પછી તે વખતે કૂવો ખોદવાને ઉઘમ શું ઉપયોગી છે ? અર્થાત્ કાંઈ ઉપયોગી નથી.
પૂર્વ કર્મના કિલષ્ટ ઉદયને લઈ, ધન્ના અકરમાત્ ગાતંકથી પીડાવા લાગી. માતા, પિતા તથા બંધુએ અનેક ઉપાય કર્યા છતાં અનિવાર્ય કર્મના પ્રબળ નિયમને લઈ ધન્ના નિગી ન જ થઈ કર્મની ગતિ વિચિત્ર છે. રોજ હો કે રંક હે, વિદ્વાન છે કે મૂખ છે, બલીષ્ટ છે કે નિર્બળ હે, કુટુંબવાન છે કે એકલો હે, કરેલ કર્મના અચળ નિયમે પિતાનું કામ તેના પર બનાવવાના જ. ચક્રવતિ, બળદે, વાસુદેવ અને તીર્થકરોને પણ કરેલ કમ ભોગવવાં જ પડે છે, તો સામાન્ય માનવોની ગણત્રી જ શાની ? ધન્નાના સંબંધમાં અનેક -ઉપાયો નિષ્ફળ જ નિવડયા. તેનું શરીર ઘસાતું ચાલ્યું. માતા, પિતાને કલ્પાંત કરતાં દેખી તે બાળાએ તેમને ઊલટો દિલાસે આપતાં જણાવ્યું: માતાજી! આપ આમ ઉદાસ શા માટે થાઓ છે ? જો તેને નાશ તો છે જ. મરણ કોઈને છેડતું નથી, તે પછી આવી કાયરતા શાને માટે કરવી ? માતાએ કહ્યું: વહાલી પુત્રી ! તારું કહેવું ખરું છે, પણ તારી આવી નાની ઉમર, તેં સંસારનું સુખ કાંઈ પણ દેખ્યું નથી. શું તું આટલી ઉમરમાં ચાલી જ જઈશ ? ધન્નાએ કહ્યું. માતાજી તમે આ શું બોલો છે ? તમારું વિવેકજ્ઞાન ક્યાં ગયું ? આત્મા તે અમર છે. તેનું મરણ ક્યાં થાય છે? આ શરીર મૂકીને બીજું લઈશું. ફાટી ગયેલ જીણું વસ્ત્ર કાઢી નાખી નવું પહેરવું તેમાં દુઃખ શાનું ? આમાની ઉમર અનંત છે. આયુષ્ય દરેક ભવમાં કર્તવ્યના પ્રમાણમાં બંધાય છે, તે તો હેાય તેટલું જ ભગવાય ને ? સંસારનું સુખ શું દેખવું હતું? મને આટલી ઉમરમાં ધર્મની પ્રાપ્તિ થઈ. સત્ય અસત્ય ઓળખાયું. હવે આથી વિશેષ બીજું શું સુખ હોઈ શકે? ગુરુમહારાજ કહેતા હતા કેઃ “આત્માનું જ્ઞાન જેને થયું છે તેને સર્વ સુખની પ્રાપ્તિ થઈ સમજવી.” સુખ દુઃખ મનની માન્યતા ઉપર કે જ્ઞાન ઉપર આધાર રાખે છે. મારું મન આનંદમાં છે. આ દેહનો ત્યાગ થવાથી
For Private and Personal Use Only