________________
૩૩
શારદા શિખર તે ભાવ મને સમજાવે. શિષ્ય વિનયવાન અને જિજ્ઞાસુ હોય તે ગુરૂના દિલમાં પણ દેવાને ઉમંગ હેય. હેજે હેજે ગુરૂના દિલમાં પણ નવા નવા ભાવની કુરણ થાય. તેમ તાજને જિજ્ઞાસુ હોય તે વકતાના દિલમાં પણ વીતરાગ વાણી સંભળાવતાં નવા નવા ભાવ જાગે. તમને તમારો દીકરો સારો ને વિનયવાન હોય તે આનંદ થાય ને ? દીકરે ફેરેન રહેતું હોય ને અવારનવાર પત્ર લખતે હોય કે પિતાજી! હું મઝામાં છું. મારી ચિંતા કરશે નહિ. ત્યારે પિતા પત્ર લખે કે બેટા! તને ગયા પાંચ વર્ષ થઈ ગયા. સારા ઘરની કન્યાના કહેણ આવે છે. તું હવે દેશમાં આવે તે તારા લગ્ન કરીએ. ત્યારે દીકરે લખે કે પિતાજી ! તમે મને તેડાવે છે તે ખૂબ આનંદની વાત છે. પણ મારી પાસે ટિકિટના પૈસા નથી. તમે પૈસા મેકલા તે હું આવું. હવે બેલે, દીકરો આવે તે આનંદ થાય કે આનંદ ઉડી જાય? ત્યારે ચિંતા થાય કે દીકરાને ખર્ચ કરીને મોકલ્યું પણ કંઈ કમાય નહિએ ચિંતા થઈ પણ પચાસ વર્ષ થયા છતાં હજુ મેં આત્માનું કંઈ ન કર્યું. મારું શું થશે? તેની લેશ માત્ર ચિંતા થાય છે ? દીકરો ખૂબ કમાઈને આવતા હોય ત્યારે હૈયુ હર્ષથી નાચી ઉઠે છે. તેમ વીતરાગ વાણું સાંભળતાં મેઘ ગાજે ને મેર નાચે તેમ તમારું હૈયું હર્ષથી નાચી ઉઠવું જોઈએ.
જંબુસ્વામીનું હૈયું હર્ષથી નાચે છે. શિષ્ય એવા ને ગુરૂ પણ એવા. જંબુસ્વામીએ પૂછયું કે હે ભગવંત! આઠમાં અધ્યયનમાં શું ભાવ બતાવ્યા છે ? ત્યારે પંચમ ગણધર સુધર્માસ્વામી પિતાના પ્રિય શિષ્ય જંબુસ્વામીને કહે છે “ વહુig હે આયુષ્યમાન જંબુ ! તારી ખૂબ ઈચ્છા છે તે સાંભળ. સુધર્મા સ્વામી કેવી મીઠી મધુરી ભાષા બોલ્યા ! બાપ દીકરાને વહાલથી કહે બેટા ! તે કે પ્રેમ આવે ! વહુ સાસુને કહે બા ! ગરમ ગરમ રોટલી બનાવી આપું. તમે જમી લે અને ઉપાશ્રયે જાઓ. અને સાસુ કહે – વહુ બેટા ! તે કેવો વહાલભર્યો શબ્દ લાગે ! આ રીતે શ્રીમંત, ગરીબ, મધ્યમ દરેક મનુષ્ય એકબીજા સાથે વહાલભર્યો વર્તાવ કરે તે આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી પડે. સુધર્માસ્વામી જંબુસ્વામીને વહાલથી કહે છે હે જંબુ ! ભગવાને જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં જે ભાવેનું પ્રકાશન કર્યું છે તે તું એકાગ્ર ચિત્ત કરીને સાંભળ. “તે વચ્ચે તે સમજી » તે કાળને તે સમયે અહીં તે કાળ અને તે સમય એમ શા માટે કહ્યું ? કાળ બે પ્રકારનો છે. એક ઉત્સર્પિણી કાળને બીજો અવસર્પિણકાળ. ઉત્સર્પિણી એટલે ચઢતો કાળ અને અવસર્પિણી એટલે ઉતરતો કાળ અત્યારે કયે કાળ ચાલે છે તે તમે જાણે છે ને? અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે. આ અવસર્પિણી કાળના તે કાળ અને તે સમયની વાત છે અવસર્પિણી કાળના છ આરા છે. (૧) સુસમ સુસમ (૨) સુસમ (૩) સુસમ