________________
શાસ્તા શિખર
લજા આદિ મધ્યમણે જીવનમાં વિકસે તે મનુષ્યભવ મળે છે. એ ગુણોને વિકસાવીને માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી પરમાત્મા બનાય છે.
દેવાનુપ્રિયે! જેને માનવભવ પ્રાપ્ત કરીને પરમાત્મા બનવાની લગની લાગી છે તેવા જંબુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછે છે કે ભગવાન!
"जइणं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तणं सत्तमस्स
णायज्झयणस्स अयमढे पण्णत्ते अट्टमस्सणं भंते के अटे पण्णते ?" - જે મેક્ષ પામેલા શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ સાતમા જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રીતે અર્થ સ્પષ્ટ કર્યો છે તે હે ભગવંત! તેમણે આઠમા અધ્યયનને શે અર્થ નિરૂપિત કર્યો છે? ભગવાને તેના શું ગૂઢ રહસ્ય બતાવ્યા છે તેના ભાવ મારે
જાણવા છે.
જંબુસ્વામીને જાણવાની કેટલી તીવ્ર તમના છે. ઝીલનાર પાત્ર બરાબર હોય તે દેનાર થાકતા નથી. કાળી માટીમાં એક ઈંચ પાણી પડે તે પણ તે ચુસી લે છે. અને પથ્થરમાં પાંચ ઈંચ પાણી પડે તે પણ ઉપરથી વહી જાય છે. એક ટીપું અંદર ઉતરતું નથી. કાળી માટી જેવું આપણું હૃદય બની જશે. તે વીતરાગ વાણીના થોડા વચને અંતરમાં ઉતરી જશે. તેના પ્રત્યે રૂચી જાગશે ને શ્રદ્ધા થશે તે મેલ-જવાને લાયક બની જશે. સંસારમાં રહેવા છતાં તમારું જીવન આદર્શ બનશે ને સંસાર ઉજળો બની જશે. આ દુનિયામાં ઉજળાની કિંમત છે. કાળાની નથી. એક રૂપક દ્વારા સમજાવું. - એક વખત હીરા અને કલસા વચ્ચે સંવાદ થયે. કેલસો રડવા લાગે ત્યારે હીરે કહે છે ભાઈ! તું કેમ રડે છે? ત્યારે કેલસો રડતો રડતો કહે છે ભાઈ! હું ને તમે આપણે બંને એક માતાના સંતાન છીએ. આપણે બંને પૃથ્વીના પેટાળમાં ઉત્પન્ન થયા છતાં તમે આટલા બધા ઉજજવળ છે. તમારું પૂબ માન છે ને તમારા મૂલ્ય છે. મારા અને તમારા વર્ણ, મૂલ્ય અને તેમાં આસમાન-જમીન જેટલું અંતર છે. તમને બહેને બુટીયામાં, હારમાં ને વીંટીમાં જડે છે. તિજોરીમાં સાચવીને રાખે છે. ત્યારે મને તો કોઈ અડકવા પણ ઈચ્છતું નથી. કદાચ અડે તે જાણે એની મા મરી ગઈ હોય. ને આભડછેટ આવે તેમ સાબુ લઈને હાથ ધંઈ નાંખે છે. મને એક ગુણમાં ભરીને રખડતો મૂકી દે છે. અને સગડીમાં નાંખીને
ક્લાવે છે. લાલચેળ બનાવી દે છે. મને મારી નાંખે છે એમ કહી કેલસ ખૂબ રડવા લાગ્યો ત્યારે હીરાએ કહ્યું ભાઈ! રડીશ નહિ. મારી વાત સાંભળ. સ્થાન અને માતા એક હેવાથી શું? એગ્યતા તો પિતા પોતાની હોય છે. તે જે અણુઓમાંથી નિસ્તે જતા અને કાળાશ ગ્રહણ કરી ત્યારે મેં તે જ અણુઓમાંથી ઉજવળતા અને