________________
નથી. એકવાર દિશા નક્કી કરી દો પછીની તમારી દોટ પ્રગતિકારક બની રહેશે.
આજે લક્ષ નક્કી કરશો તો આજની ઘડી ધન્ય બની જશે. તૃષા લાગી છે... પાણી પીવું છે એ લક્ષ બન્યું તો તમે ક્યાં જાઓ? તમારા પગ પરબ તરફ જ જાય. તરસનું ભાન ને પાણીનો ખ્યાલ તો પાણિયારા પાસે દોરી જાય છે. પાણિયારા પાસે જવા માત્રથી તૃષા છીપી જતી નથી. પાણી પીવાનો પુરૂષાર્થ તો કરવો જ પડે છે.
સૌથી પહેલા લક્ષ બાંધો કે મારે પૂર્ણ બનવું છે. * માંગી આવેલી ચીજ અલ્પ સમયની છે. રત્નનો પ્રકાશ કે સૂર્યનો પ્રકાશ ક્યારેય ઉડતો નથી. રત્ન જેવો પ્રકાશ આપણે મેળવવાનો છે, જે કદી પાછો જાય નહિ. રત્નોના પ્રકાશ જેવી પૂર્ણતા સિદ્ધોને મળી છે. રત્ન જેવી પ્રભા આપણને મેળવવાની છે. જાંગુલીમંત્ર જેની પાસે હોય એને વીંછીના ડંખ અસર નથી કરતા, તેમ પૂર્ણતા જેની પાસે હોય એને દીનતા રૂપી વીંછીઓ ક્યારેય કરડતા નથી. તૃષ્ણા માણસને દીન બનાવે છે, જ્યાં તૃષ્ણા છે ત્યાં આસક્તિ છે.
પૂર્ણતાના પક્ષે વિરક્તિ છે, જ્યારે વિપક્ષે આસક્તિ છે.
જેને પૂર્ણ બનવું હોય એને આસક્તિ છોડવી જ પડે. * રાવણ જેવો રાવણ. કેટલીય વિદ્યાઓ જેની પાસે હતી. ધૂરંધરોને ભૂ પીતા કરી દે એવી અજબ શક્તિ હોવા છતાં સીતા પાછળ ભાન ભૂલ્યો. કારણ..? આસક્તિ. * ભીમકાય હાથી પણ બંધન આવતાં સ્વતંત્રતા ગુમાવે છે. * આતમમાં કેવળજ્ઞાન વિકસતું હોવા છતાં પરીક્ષા આપવા માટે છોકરાઓ અડધી રાતના ઉજાગરા કરે છે.
તેષ કરતાંય રાગ ભયંકર છે. જ્ઞાનદષ્ટિ જાગે ત્યારે આસક્તિનું બંધન તૂટે. દીનતા... હીનતા.... ખિન્નતાનું કારણ આસક્તિ છે.
જ્ઞાનદષ્ટિનો વિકાસ કરો. દષ્ટિનો ઉઘાડ આત્માનો ઉદ્ધાર કરે છે. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં જેટલા કર્મ ખપાવે તેટલા ક્રોડ વર્ષે પણ અજ્ઞાનીથી કર્મ નાશ ન થાય.