________________
ભાવનાથી=ભાવનાજ્ઞાનથી અનંતા જીવો મોક્ષ પામ્યા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. ભાવનાજ્ઞાન થોડું હોય તો પણ ઘણું છે, અને તે વિના ઘણું જ્ઞાન પણ પોપટના પાઠરૂપ છે.
- જ્ઞાનના ત્રણ પ્રકાર - શ્રુત, ચિંતા અને ભાવના એમ ત્રણ પ્રકારનું જ્ઞાન છે.
શ્રુતજ્ઞાન ચિંતન-મનન વિના માત્ર શ્રુતથી (સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાક્યર્થ જ્ઞાન તે શ્રુતજ્ઞાન આ જ્ઞાન કોઠીમાં રહેલા બીજ સમાન છે. જેમ કોઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યોગ્ય ભૂમિ આદિ નિમિત્તો મળે તો તેમાંથી ફળ=પાક થાય, તેમ શ્રુતજ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવના જ્ઞાન રૂ૫ ફળ = પાક થવાની શક્તિ રહેલી છે.
શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્ત કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની શક્તિ નથી. કોઠીમાં પડેલું બીજ જેમ ઉપયોગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી લાભ (હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ રૂપ લાભ) થતો નથી. આથી જ ધર્મબિંદુમાં શ્રુતજ્ઞાન ઉપરાગ માત્ર છે એમ કહ્યું છે. જેમ જપા પુષ્પના સાંનિધ્યથી સ્ફટિક મણિમાં જપા પુષ્પના રંગનો માત્ર ઉપરાગ થાય છે, પણ મણિ તરૂપ બની જતો નથી. તેમ શ્રુતજ્ઞાનના યોગથી આત્માને મારા બાહ્યબોધ થાય છે. આંતર પરિણતિ થતી નથી. આથી તેનાથી જોયેલ અને જાણેલ અનર્થથી નિવૃત્તિ થતી નથી.
ચિંતાજ્ઞાન - સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુંદર યુક્તિઓથી ચિંતાવિચારણા કરવાથી થતું મહાવાક્યાર્થજ્ઞાન તે ચિંતાજ્ઞાન. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તેમ આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે, અર્થાત્ જે વિષયનું ચિંતાજ્ઞાન થાય છે, તે વિષયનો બોધ સૂક્ષ્મ બને છે.
ભાવનાજ્ઞાન - મહાવાક્યર્થ થયા પછી એ વિષયના તાત્પર્યનું =રહસ્યનું જ્ઞાન તે ભાવનાજ્ઞાન. આ જ્ઞાનના યોગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવંત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત) હોવા છતાં અન્યરત્નોથી અધિક દેદીપ્યમાન હોય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરત્ન સમાન ભવ્ય જીવ કર્મરૂપ મલથી મલિન હોવા છતાં શેષ (મૃતાદિ) જ્ઞાનોથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાણતું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાનપૂર્વક જ કરવામાં આવે તો જલ્દી મોક્ષ પ્રાપ્ત થાય છે. ભાવના
= • ૧૦૭ •