________________
કહી દીધું હતું કે મારી પાસે કંઈ નથી. તું અહીં રહેવા ન ઈચ્છતી હો તો ચાલી જા તારા અબ્બાજાન પાસે. શાહજાદી ફ૨ી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. શાહજાદી કહેવા લાગી તમે તમારા મનમાં ખોટું ન લગાડતા મને તો ૨ડવું એટલા માટે આવ્યું કે તમને ભગવાન પર પૂર્ણ ભરોસો નથી એટલે જ સાંજના માટે રોટલો રાખી મૂક્યો. સાંજની ચિંતા તમે કરો છો. સાંજની ચિંતા ફકીર શા માટે કરે. શાહજાદીની સમજણપૂર્વકની વાત સાંભળી ફકીરને પણ આત્મિક આનંદ થયો. એક કવિએ સુંદર લખ્યું છે A...
કલકી ફિકરમે ક્યો બિગાડે આજ કે દિનકો, જિસને દિયા હૈ તનકો, વહી દેગા કફન કો.
ઘણાં લોકોને વર્તમાનમાં આનંદ હોવા છતાં પોતાના ભૂતકાળ અને ભવિષ્યકાળને યાદ કરી દુ:ખી થતા હોય છે. ગઈકાલને યાદ કરી આજને ન બગાડો. દુનિયામાં આપણાથી કશું જ થતું નથી. દરેક સંબંધોની વચ્ચે મર્યાદા હોય છે. શેઠ-મેનેજર, પિતા-પુત્ર, ભક્ત-ભગવાન વચ્ચે મર્યાદા હોય છે. જયારે મર્યાદાનું અતિક્રમણ થાય ત્યારે જ રામાયણ સર્જાય છે. સીતાએ લક્ષ્મણરેખાનું અતિક્રમણ કર્યું એટલે રામાયણ સર્જાઈ. દેવ-ગુરુ-ધર્મના અચિંત્ય પ્રભાવથી જ બધું થાય છે. એકલા પુણ્ય કે પુરૂષાર્થના ભરોસે આગળ વધતા નહીં. લલાટમાં લખાયેલા લેખ પ્રમાણે બધું જ થાય છે. નિકાચિત કોઈ કરમ ઉપર કોઈ મેખ લગાડી શકતું નથી. ભૂતકાળના કર્મો વર્તમાનમાં નડી શકે છે. પરંતુ વર્તમાનમાં સાવધાની રાખવાથી ભવિષ્ય ઉજળું બની રહેશે. આપણું મોઢું જોઈને કોઈ સ્નેહી કહે તારું મુખ જોઈને ચિંતા થાય છે. કાયાને સાચવવાની સલાહ આપનારા ઘણા મળે પણ છે. પણ આત્મકલ્યાણની સાચી સમજણ આપી તેને પ્રેરક બળ પુરનારા કોક વિરલ હોય છે. એટલે જ જ્ઞાની ભગવંતો કહે છે કે સજ્જનોનો સંગ કરો. પતનની પળોમાં પણ બચી જવાશે. હાથી માથે અંકુશ હોય છે. ઘોડા માથે લગામ હોય છે. અંકુશ વગરનો હાથી અને લગામ વગરનો ઘોડો જેમ જોખમી છે. તેમ લગામ વગરનો માણસ પણ જોખમી છે જીવનમાં કોઈને કોઈ અંકુશ તો હોવા જ જોઈએ. શાસ્ત્ર અંકુશ, લોક અંકુશ અને ગુરુ અંકુશ આ ત્રણેય અંકુશો આપણી વૃત્તિ-પ્રવૃત્તિને કાબૂ રાખે છે. એમની આજ્ઞા અને ભાવના આપણે ન ટાળી શકીએ. વૃત્તિઓ સલામત તો આપણો આત્મા પણ સલામત!
· ૨૦૩ •