Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 312
________________ હોતી. વ્યક્તિના હાથમાં સત્તા આવે છે ત્યારે વિવેક જાય છે. સત્તા હાથમાં આવે ત્યારે સ્વસ્થ રહેવા જેવું છે. શ્રેણિક મહારાજાએ ગુસ્સામાં આવી અભયને હુકમ કરી દીધો. હમણાંને હમણાં અંતઃપુરને સળગાવી દો. અને રાજા પોતે પરમાત્માની પાસે ગયા. પરમાત્માને પૂછયું કે ચેલણા સતી કે અસતી. એક ગુણ બધા ગુનામાંથી જીવને બચાવે છે, તે છે વડીલને પૂછયા વિના ડગલું ન ભરવું. મેઘકુમાર આજ ગુણથી બચી ગયા. જે તમારા વડીલ હોય એને પૂછયા સિવાય કોઈ પણ કાર્ય ન કરવું. ભગવાને કહ્યું ચેલણા તો મહાસતી છે. રાજાને ૫૨માત્માના વચન ઉ૫૨ પૂર્ણ શ્રધ્ધા હતી. શ્રેણિક મહારાજા દોડતાં ઘોડે પાછા વળ્યા અભયકુમાર સામે મળે છે. રાજા પૂછે છે : ‘અંતઃપુરને સળગાવી દીધું?' અભયે કહ્યું પિતાજી આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું છે. જુઓ હજી સામે બળતી આગ દેખાય છે. રાજાએ અભયને કહ્યું મને તારૂં કાળું મોઢું બતાવતો નહીં. અભયકુમાર તો અવસરની રાહ જોઈને જ બેઠા હતા કયારે એ ધન્ય દિવસ આવે. શ્રેણિક રાજા અંતઃપુર બાજુ આવે છે. ત્યાં આવીને જુએ છે તો બધું સહી સલામત છે. અંતઃપુરમાં અભયે આગ લગાડી જ નહોતી. અંતઃપુરની બાજુમાં થોડા લાકડા વિગેરે સળગાવ્યા હતા. આ બાજુ અભયકુમાર દોડતો ભગવાન પાસે આવે છે. સર્વ સંગનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરી લીધું. શ્રેણિક વિચારે છે. ઓહો! આ તો ગરબડ થઈ ગઈ. મેં અભયને આવેશમાં આવીને કહી દીધું કે ચાલ્યો જા મને તારૂં કાળુ મોઢું ન બતાવતો. અભય ચોક્કસ ભગવાનની પાસે ગયો હશે. શ્રેણિક ફરી પાછા ભગવાન પાસે આવે છે. અભયકુમારને ચારિત્ર વેશમાં જોઈ શું બોલે છે? અભયકુમારે તકને ઝડપી લીધી હતી. પિતાજી આવ્યા તો કહે છે, ધર્મલાભ. શ્રેણિક રાજા ચેલણા પાસે આવે છે. ચેલણાને પૂછ્યું રાતના તું શું બોલતી હતી? ચેલણાએ કહ્યું, મેં દિવસના ખુલ્લા શરીરવાળા મહાત્માને કાર્યોત્સર્ગ અવસ્થામાં જોયા હતા. એમને મેં ધ્યાનથી જોયાં હતા. રાતના મને જયારે ઠંડી પડી ત્યારે મહાત્મા નજર સમક્ષ આવતાં બોલાઈ ગયું હશે ‘એ શું કરતા હશે?’ રાજાને સત્ય હકીકતની જાણ થતાં અફસોસ થયો. ધ્યાનથી સાધુને જોયેલા તો એ ધ્યાનમાં રમણતા જાગૃત થઈ. આપણી પૂજા આપણને પ્રસન્નતા નથી આપતી કારણ ક્રિયામાં ઉપયોગની ખામી છે. તદ્ભુતુ અનુષ્ઠાનમાં ક્રિયા પ્રત્યે એને જબરદસ્ત બહુમાન હોય છતા પણ અવિધિઓ થઈ જતી હોય. ક્રિયા ઓછી વત્તી આવડતી હોય પરંતુ ક્રિયા પાછળનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. એ ક્રિયા મોક્ષના હેતુથી જ કરે. ક્રિયા માર્ગમાં શ્રેષ્ઠ અમૃતક્રિયા છે. જેમાં આશય, ભાવ અને ક્રિયા 20 1090 AENEALOLLAGE, " કમ 8338_v! | E alw 312 LILA A .G *** ૨૯૨ BEY as well as its six wee M

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336