Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 325
________________ * * કચાશ પુણ્ય, પુરૂષાર્થ તે પરીણતિની... યુગલોના સંગ્રહથી કે ઉપયોગથી પુદ્ગલો જ તૃપ્ત થાય છે. આત્માને એનાથી કૃમિનો કોઈ અનુભવ થતો નથી. દૂધનું દહી ત્યારે જ બને છે જયારે દૂધમાં દહીનો અંશ મળે છે. આત્મા પરમાત્મા ત્યારે જ બને છે જયારે આત્માંમાં પરમાત્માના ગુણોનો અંશ ભળે છે. જે ચીજના સ્મરણ-દર્શન-શ્રવણથી આપણે આનંદિત બનીએ છીએ એ ચીજ સાથે આપણે આત્મીય સંબંધ હોવાનું નિશ્ચિત થાય છે. ધર્મથી બંધાતું પુણ્ય એ પુદ્ગલ છે. પણ ધર્મથી ઉભો થતો ગુણ એ તો પરમાત્માનો સ્વભાવ છે. જે દુષ્કૃત્યોના સેવનમાં સુખની અનુભૂતિ થઈ હોય છે એ દુષ્કતોનું સ્મરણ ગહ કરવા દે એ શક્યતા બહુ ઓછી છે. જેણે પોતાના આનંદ માટે ઉત્તમ તત્વોને જીવનમાં કેન્દ્રસ્થાને રાખ્યા છે એનું માત્ર અધમ થાય એવી કોઈ જ શક્યતા નથી. * જગત્પતિની પસંદગી અને જગતની પસંદગી વચ્ચે કયારેય મેળ પડતો નથી. * * * પ્રલોભનમાંથી આત્માને બચાવી પવિત્ર બનાવી રહ્યા છે. પુદ્ગલો વડે પુલના ઉપચયરૂપ આભાષિક તૃપ્તિને પામે છે. જ્યારે આત્માના ગુણ વડે આત્મા શાશ્વતી તૃપ્તિ પામે છે. જ્ઞાનીને પુગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર ઘટતો નથી. કોનાથી કોને તૃપ્તિ થાય? જડ પુદ્ગલ દ્રવ્યોથી ચેતન આત્માને તૃપ્તિ થાય ખરી? જડ અને ચેતનના ગુણધર્મો જુદા જુદા છે. જડના ગુણધર્મોથી ચેતનને તૃપ્તિ ન થાય. આત્મા તો આત્મગુણોથી તૃપ્તિ પામે. સુંદર સ્વાદ ભરપૂર ભોજનથી શું આત્મા તૃપ્તિ પામે છે? ના રે ના. પુદ્ગલોની તૃપ્તિમાં આત્માની તૃપ્તિ માનવાની ભૂલને પરિણામે આત્મા પુદ્ગલ પ્રેમી બની ગયો છે. પુદ્ગલના ગુણ-દોષોને જોઈ રાગ-દ્વેષ કરી રહ્યો છે, પરિણામે મોહનીયાદિ કર્મોનાં નવાં-નવાં બંધનોમાં જકડાઈ ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનંત ઉપકારી શાસ્ત્રકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજનું Text is avaiiii Yiaiting

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336