________________
જ્ઞાનસારનું સંસાર માટે જેટલા પદાર્થો તે બધાને એક પુદ્ગલનું નામ આપ્યું. એક ફક્ત પોતાના આત્માને દુર્ગતિમાં જતો બચાવી લેવો હોય તો એનો એક માત્ર વિકલ્પ આજ છે. આ જગતના જડ પદાર્થોના પુરન -ગલનપડન-સડનના સ્વભાવને સતત નજર સમક્ષ રાખવો જ પડશે. પરંતુ “જડ જડને ભોગવે છે... જડ જડને ખાય છે... આત્માને શું લાગેવળગે? આ વિચારને પકડી લઈ જો તમે જડ પદાર્થોના ઉપભોગમાં લાગી રહ્યા... તો આત્મવંચના થશે, જડ પુદ્ગલોની તૃપ્તિમાં પોતાની તૃપ્તિ માનવા ટેવાયેલી વાસના દઢ થશે. ભોગશક્તિ ગાઢ બની જશે. “જડ જડને ભોગવે છે મારો આત્મા ભોગવતો નથી... આત્મા મેલો થતો નથી...” આવો વિચાર તમને જડ પદાર્થોના ઉપભોગ પ્રત્યે પ્રેરે, પુગલના સંગી બનાવે તો સમજવું કે તમે પરમાત્મા જિનેશ્વર દેવના વચનને સમજી શક્યા નથી, સમ્યજ્ઞાનની દૃષ્ટિ લાધી નથી. હકીકતમાં તો એ વિચારવાનું છે કે “જડ પુદ્ગલોના પરિભોગથી મારા આત્માને તૃપ્તિ નથી થતી તો હવે જડ પુદ્ગલોના ઉપભોગનું શું પ્રયોજન છે? લાવ, એનો ત્યાગ કરતો ચાલુ. એના ભોગનો વિચાર પણ ન આવે તેવા જ્ઞાન-ધ્યાનમાં લીન બની જાઉં.... આત્મ ગુણોની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિમાં પુરૂષાર્થ કરું.' | ગમે તેટલા પુલને જમાવી લાખો રૂપિયાનો માલિક થાય તે પુદ્ગલ જ છે તે શુદ્ધ કરવા માંગતો હોય તો પણ આત્મા શુદ્ધ ન થાય.
મુગલોના સંગ્રહથી કે ઉપયોગથી પુદ્ગલો જ તૃપ્ત થાય છે. આત્માને એનાથી તૃપ્તિનો કોઈ જ અનુભવ થતો નથી. પુદ્ગલથી પુદ્ગલની જ તૃપ્તિ થાય, આત્માથી આત્માની જ તૃપ્તિ થાય... દૂધમાંથી દહીં કેવી રીતે બને? મેળવણ નાંખવાથી...
દૂધનું દહીં ત્યારે જ બને છે જયારે દૂધમાં દહીંનો અંશ ભળે છે. આત્મા પરમાત્મા ત્યારે જ બને છે જયારે આત્મામાં પરમાત્માના ગુણનો અંશ ભળે છે. અખંડ આત્મા પણ નથી; અખંડ પરમાત્મા પણ નથી.
આત્મામાં પરમાત્મા શી રીતે આવે?
ચૌદ ભુવનના સ્વામિને નજરે નિહાળવાની ક્રિયાથી તૃપ્તિ અનુભવી શકાય. પરમાત્માના નાનામાં નાના ગુણને આત્મસાત કરો. પરમાત્માના ગુણનો અંશ એટલે શું?... તેમના ગુણનું પોતાનામાં સંક્રમણ કરવું તે. ગુણવાન બનવાના ત્રણ વિકલ્પ કહ્યા છે : (૧) ગુણાનુવાદ (૨) ગુણપ્રસંશા (૩) ગુણાનુરાગ.