Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 327
________________ ધર્મથી ઉભું થતું પુણ્ય પુદ્ગલ છે. ધર્મથી ઊભી થતી પરિણતી તે આપણો સ્વભાવ છે. પુણ્ય એટલે શું? પાપ જો દુશ્મનના ઘરનું છે તો પુણ્ય પણ દુશ્મનના ઘરનું છે. તેનો ભરોસો કરવો નહીં. આપણને રસ શેમાં? ધર્મથી થતા પુણ્યમાં કે ધર્મથી થતી પરિણતીમાં. ચક્રવર્તી, ચક્રવર્તી થાય તે પણ પુણ્યના યોગે. તેમાં આત્માનું કંઈ કામ નહીં. રમકડાથી બાળક રમી શકે, એ રમકડા વડે જીવી શકે નહીં. જીવવા માટે ખોરાકની જરૂર પડે. મોક્ષમાં જવા માટે પુણ્ય કામ નહીં લાગે. સ્વભાવ કામ લાગશે. પુણ્ય આગળ વધારે તો? આગળ વધારે એ જુદુ અને સહયોગ કરે એ જુદુ. પુણ્ય આગળ વધારે નહીં અનુકૂળતા કરી આપે. નીસરણી કયાં લઈ જાય? કૂવા પાસે મૂકેલી નીસરણી નીચે લઈ જાય છે. માળીયા પાસે મૂકેલી નીસરણી ઉપર લઈ જાય છે. તમારું પુણ્ય પ્રચંડ હશે પણ એ પુણ્યની નીસરણી તમને ઉપર લઈ જશે કે નીચે લઈ જશે એ નિર્ણય કર્મ કરશે. પુણ્ય કર્મ પુદ્ગલ છે ધર્મના ક્ષેત્રે પ્રવેશ કરો છો શેના માટે? પુદ્ગલ માટે કે પુણ્ય માટે? સદ્ગુણ આવે તો જ આત્મા પરમાત્મા બને. સાધના કરવાથી દુર્ગુણ દૂર થાય. પુણ્ય બંધાય અને સાધના કરવા પુણ્ય અનુકૂળતા કરી આપે. સાધના કરી તમારું પુણ્ય બંધાયું અને રૂપ મળ્યું. એ રૂપ ભોગમાં કામે લગાડયું. તે રૂપ વધારેમાં વધારે પાપ કરાવે. ભગવાન કહે છે કઈ ચીજનાં સ્મરણથી; કઈ ચીજના શ્રવણથી; તેમજ કઈ ચીજનાં દર્શન ચિત્તને પ્રસન્ન કરે તેનાથી આપણી કક્ષા નક્કી થાય છે. આપણી કક્ષા કઈ? સ્મરણની, શ્રવણની કે દર્શનની? તમે પાંચ જણા બેઠા હો અને કોઈ તમને સમાચાર આપે કે કોઈએ દસ લાખનું દાન આપ્યું. બીજો સમાચાર આપે કે કોઈએ દસ લાખની કમાણીમાં નફો કર્યો. તમને આ બંને સમાચાર સાંભળી કયા સમાચારમાં આનંદ મળે? પરલોક માટે આ નિર્ણાયક બળ છે. વડાલા શિબિરમાં ૪૪ પ્રવચનો આપ્યા. શિબિર પૂરી થઈ. ગુરૂ સાથે દર્શન કરવા જતા હતા. બીજે દિવસે દર્શન કરી બહાર નીકળ્યા ત્યાં ૨૮૩૦ વર્ષનો છોકરો રડતો ઉભો હતો. એને પૂછ્યું, ‘તું શિબિરમાં આવતો હતો. આજે શું કામ રડે છે?' તો કહે હું ઉપાશ્રયે ગયો હતો, સમાચાર મળ્યા કે તમે અહીં છો. દર્શન કરવા હતા. એટલે બહાર વિચાર કરતો ઊભો રહ્યો. અને આંખમાં આંસુ આવી ગયાં. ૪૪- ૪૪ પ્રવચનોમાં મને જે આનંદ થયો અમને આટલો આનંદ થાય છે તો તમને કેટલો આનંદ થતો હશે. તમે તો એમાં જીવો છો. ભગવાન કહે છે કે તું આટલી મૂડી ઊભી કરી દે. AX_EET !5PX_ __!!! ૩૦૭ ************ su YiSi Clefon 355 265 265363236245

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336