Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 332
________________ હતા. સૈનિકોએ મહામુનિના શરીરની ચામડી ઉતારવા માંડી... લોહીની ધારાઓ વહેવા લાગી.. માંસના ટુકડાઓ કપાવા લાગ્યા. પરંતુ આ બધુ મહામુનિના ધ્યાન-સુધાના ઓડકારની પરંપરાને ન તોડી શકયું! એ પરંપરાએ તો મહામુનિને ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં ચઢાવ્યા... જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-ઘાતી કર્મોનો ક્ષય કરી આપ્યો અને કેવળજ્ઞાન પમાડી દીધું! વાસ્તવિકતા એ છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનીના મનમાં એ જ્ઞાનનાં તત્વો, રહસ્યો ધોળાતાં રહેવાં જોઈએ. તો જ જ્ઞાન એ અમૃત છે એવો અનુભવ થઈ શકે અને એ અનુભવ થયા પછી વૈષયક સુખભોગના અનુભવ અકારા અળખામણા લાગે. વિષયોથી નહિ તૃપ્ત થયેલા ઈન્દ્ર, કૃષ્ણ વગેરે પણ સુખી નથી, એ આશ્ચર્ય છે. જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલો કર્મ-મળરહિત એક સાધુ સુખી છે. જેણે પ્રચંડ મદ અને મદનને મહાત કરી દીધા છે, જેના મનમાં, વચનમાં કે કાયામાં વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે ૫૨-પુદ્ગલની આશાઓનો ત્યાગ કરી દીધો છે તેવા મહાત્માઓને તો અહીં જ મોક્ષ છે. આવા મહાત્માઓ પોતાના શરીર પર રાગ કરતા નથી, શત્રુ પર રોષ કરતા નથી, રોગોથી વ્યથિત થતા નથી, વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી, મૃત્યુથી જરાય ડરતા નથી, આવા મહાત્માઓ ‘નિત્ય સુખી’ છે! પૂજય ઉપાધ્યાયજી મહારાજે આ બધી વાતોનો માત્ર બે શરતોમાં સમાવેશ કરી દીધો છે! જ્ઞાન તૃપ્ત અને નિરંજન મહાત્મા મહા સુખી છે. આત્મ ગુણ વિકાસના છ પગથિયા છે..... ૧. આત્મ સ્વરૂપ જિજ્ઞાસા. ૨. આત્મ સ્વરૂપ બોધ. ૩. આત્મ સ્વરૂપ રૂચિ. ૪. સ્વરૂપ પ્રતીક્ષા ૫. આત્મ સ્વરૂપ પ્રતીતિ. ૬. આત્મ સ્વરૂપ રમણતા. ****** BK B 222222223055208124620205981816248 22 ** ૩૧૨ + FRENCH B

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336