________________
દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું છે, “સુણી જન જન સુખ તુજ વાત, હરશે મારા સાતે ઘાત રે.”
આવી વાત સાંભળવામાં આવે અને એ ભૂમિકામાં પોતે કઈ શકીએ ને ગાંડા થઈ જઈએ એવી ભૂમિકા ખરી? પૂજા કરો કે ન કરો તેમાં રસ નથી. સ્મરણ-દર્શન-શ્રવણમાં આપણી કક્ષા કયાં? સ્મરણમાં ભાવ લાવો ભગવાન કહે છે. જ્યારે દર્શન કરવા જાઓ - કરીને ફરી પાછા દર્શન કરવા જાઓ? મન થાય?
વર્તમાનમાં જંબૂવિજયજી મ.સા.નાં દર્શન કરજો. એકવાર દર્શન કરીને બહાર નીકળશે ને પાછા અંદર દર્શન કરવા જશે. પંદર વીસ વખત દર્શન કરવા જશે. એક દિવસમાં ભગવાનના હજાર વાર દર્શન કરવાનું હૈયાને ઘેલું લાગ્યું છે. તમે કયારેય આવા ગાંડા થઈને દર્શન કર્યા છે?
જે ચીજના સ્મરણ-દર્શન-શ્રવણથી આપણે આનંદિત બનીએ છીએ એ ચીજ સાથે આપણે આત્મિય સંબંધો હોવાનું નિશ્ચિત થાય છે.
કોટીશિલા પર શ્રી રામચંદ્રજીએ ક્ષેપક શ્રેણી લગાવી હતી. આત્માનંદ પૂર્ણાનંદની અગોચર મસ્તીમાં લીનતા જામી ગઈ હતી. ત્યાં બારમા દેવલોકના ઈન્દ્ર સીતેન્દ્ર અવધિજ્ઞાનથી જોયું... પૂર્વભવના સ્નેહે સીતેન્દ્રને વિહ્વળ કરી મૂક્યો. તેણે રામચન્દ્રજીને અનુકૂળ ઉપસર્ગ કરવા દ્વારા ધ્યાનથી વિચલિત કરવાનો નિર્ણય કર્યો. રામચન્દ્રજી મોક્ષમાં જાય એ સીતેન્દ્રને ન ગમ્યું. તેને તો રામચન્દ્રનો સહવાસ જોઈતો હતો. બસ, સીતેન્દ્ર આવ્યો નીચે.
રમણીય ઉદ્યાન અને વસંતઋતુ બનાવ્યા. કોકિલાઓનાં મધુર સંગીત ગૂંજતા કર્યા. મલયાચલનો મંદમંદ વાયુ વહેતો કર્યો. ક્રીડાઘેલા ભ્રમરોના ગુંજારવ શરૂ કરાવ્યો... કામોદ્દીપક વાતાવરણ સર્જી દીધું. સીતેન્દ્ર નવોઢા સીતાનું રૂપ ધારણ કર્યું. સેંકડો બીજી નવયુવતી સર્જી દીધી અને ભવ્ય નૃત્ય શરૂ કરી દીધું. સંગીતની દિવ્ય સૂરાવલી છેડી દીધી... રામચન્દ્રજીની સામે બે હાથ જોડી, કટાક્ષ કરતી સીતા વિનવવા લાગી. “નાથ! અમારો સ્વીકાર કરો અને દિવ્ય સુખ ભોગવો... મારી સાથે આ સેંકડો વિઘાઘર યુવતીઓના યૌવનનો રસાસ્વાદ અનુભવો...'
પરંતુ એ સીતેન્દ્રનાં વચનોથી, એ દિવ્ય સંગીતથી અને એ રમણીય વસંતથી મહામુનિ રામચન્દ્રજી જરાય વિચલિત ન થયા. એ તો પરમ બ્રહ્મના રસાસ્વાદમાં પરમ તૃપ્તિ અનુભવી રહ્યા હતા. બસ, થોડી ક્ષણોમાં તેમનો આત્મા પરમ બ્રહ્મ સ્વરૂપ બની ગયો... તેમને કેવળજ્ઞાન પ્રગટી ગયું.
3
O
?
S.:::
:
::::::