________________
તપ્તિ અષ્ટક
શરીર સ્વસ્થ રહે છે સમસ્થાનમાં, મન સ્વસ્થ રહે છે સમભાવમાં, આત્મા પવિત્ર બને છે સદ્ભાવમાં. પદાર્થના ત્યાગનું સત્વ ન હોય તોય પદાર્થની પસંદગીના ત્યાગનું સત્વ તો ફોરવજો જ. એના વિના રાગનું જોર ઘટવું મુશ્કેલ છે. જે આત્મા પાસે જ્ઞાનનું અમૃત, ક્રિયાનું ફળ અને સમતાનું તાંબુલ છે એ આત્મા પરમ તૃતિને પામ્યા વિના રહેતો નથી. ભોગ આનંદ તો હલકટને પણ સુલભ છે પણ ત્યાગનો આનંદ તો ઉત્તમને જ સુલભ છે. પ્રતિકુળતાના સમયમાં પ્રથમ કયા ઉપાય પર મન પસંદગીનો કળશ ઢોળે છે? ગુણના ઉપાય પર કે દોષના ઉપાય પર, જે આત્મા અનંત અનંત ગુણો પરમાત્માના જુએ છે અને અનંત દોષો જાતના જુએ છે એ આત્માને પછી જગતમાં કાંઈ જ જોવા જેવું રહેતું નથી. મનની મોટી તકલીફ એ છે કે એને જે ગમે છે એનો એ માલિક થવા દોડે છે. અને માલિકી માટેની એની દોડ જ જીવનને સંઘર્ષોથી વ્યાપ્ત બનાવી દે છે.
જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપ કલ્પવેલનાં ફળ ખાઈને, સમભાવરૂપ તાંબુલને ચાખીને સાધુ અત્યંત તૃપ્તિ પામે છે.
- અનંત ઉપકારી શાસ્ત્રકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારમાં તૃપ્તિ અષ્ટકમાં સરસ વાત કરી છે. તૃપ્તિની વ્યાખ્યા શું? જે વસ્તુ એક વખત મેળવ્યા પછી બીજી વખત મેળવવાની ઝંખના પેદા ન થાય તેનું નામ તૃપ્તિ.
શા માટે જગતમાં ભૌતિક પેયનું પાન કરવું? મલીન, પરાધીન અને ક્ષણમાં વિલીન થઈ જનારા ભૌતિક પેય પદાર્થોનું પાન કરવામાં જીવાત્માનું મન રાગ-દ્વેષથી મલીન બને છે. અને છતાં પણ એની તૃપ્તિ કલાક-બે કલાકમાં વિલીન થઈ જાય છે. હવે છોડો એ જગતના પેય પદાર્થોનું પાન કરવાની લત! હવે તો જ્ઞાનના અમૃતકુંભ સામે જુઓ. જયારે તૃષા લાગે