________________
ત્યારે એ અમૃતકુંભનું અમૃત પી લો! તેમાં નથી રાગ-દ્વેષથી મલીન થવાનું, કે નથી જગતના સ્વાર્થી જનોની ગુલામી કરવાની.
આવી તૃપ્તિ કોને?
જે આત્મા પાસે જ્ઞાનનું અમૃત-ક્રિયાનું ફળ અને સમતાનું તાંબુલ છે એ આત્મા પરમ તૃપ્તિને પામ્યા વિના રહેતો નથી.
શ્રાવક જીવનની અને સાધુજીવનની પવિત્ર ક્રિયાઓ, દેવલોકનાં કલ્પવૃક્ષોનાં મધુર ફળ છે, ઉત્તમ ભોજન છે. પરંતુ એ ભોજન કરવા પૂર્વે આત્મારૂપી ભોજનમાં પડેલી પાપક્રિયાઓના એંઠવાડને સાફ કરી નાખવી જોઈએ. તો જ તેના અપૂર્વ સ્વાદનો અનુભવ થાય.
ભોજન કર્યા પછી મુખવાસ પણ જોઈએ ને? મઘમઘ સોડમ છલકાતી સમતા, એ મુખવાસ છે. જ્ઞાનના અમૃતજામ પીધા અને સમ્યક ક્રિયાનાં દૈવી ભોજન કર્યા... પરંતુ સમતાનાં મુખવાસિયાં ન લીધાં તો તૃપ્તિનો ઓડકાર નહીં આવે.
ક્ષણિક તૃપ્તિના પુરુષાર્થને ત્યજીને, ચાલો આપણે પરમ શાશ્વત તૃમિનો પુરુષાર્થ પ્રારંભીએ.
પ્રવૃત્તિના મૂળમાં તૃપ્તિ છે.
શ્રમ કરવો પડે તે સંસાર. જીંદગીભર માટે વિશ્રામ કરવો પડે તે મોક્ષ. તેના માટે ત્રણ વાત શાસ્ત્રકારોએ કરી છે. શરીર-મન-આત્મા. શરીરના સ્થાને સમસ્થાન જોઈએ. શરીર સમસ્થાનમાં સ્વસ્થ રહે છે. મનના સ્થાને સમભાવ જોઈએ. મન સમભાવમાં સ્વસ્થ રહે છે. આત્માને સ્થાને સભાવ જોઈએ. આત્મા સદૂભાવમાં પવિત્ર બને છે. વિષમ ભાવ અંદર ખળભળાટ કર્યા વિના નહીં રહે.
સમભાવ એટલે શું? આપણે સમભાવમાં પસંદગીનો તો ખ્યાલ રાખ્યો નથી. સમભાવમાં એનાલીસીસ કરવાની ભૂમિકા રાગદ્વેષને તોડતી જાય છે. પદાર્થનાં રાગનાં બે વિકલ્પ છે. (૧) પદાર્થનો ત્યાગ (૨) પદાર્થની પસંદગી પ્રત્યેનો ત્યાગ, પદાર્થનો ત્યાગ સરળ કે પસંદગીનો ત્યાગ સરળ? પદાર્થનો ત્યાગ સરળ છે. પસંદગીનો ત્યાગ સત્વ માગી લે છે. રાગ વિના પસંદગીની વાત ભૂલેચૂકે સરળ નથી. પદાર્થના ત્યાગનું સત્વ ન હોય તો ય પસંદગીનો ત્યાગનું સત્વ ફોરવવું જ જોઈએ. એના વિના રાગનું જોર ઘટતું નથી. જેણે અધ્યાત્મ જગતમાં જવું છે તેણે સમભાવ અને સમસ્થાન જીવનમાં