________________
કારણે જ છીએ. વીતરાગ દશા પ્રાપ્ત થતાં રાગદ્વેષના તોફાન બધા જ ચાલ્યા જાય છે. રાગદ્વેષની વિદાય પછી જ જગતનું સાચું દર્શન થાય છે.
કોઈપણ વ્યક્તિને જાણવી હોય તો પહેલા અભિપ્રાય કે પૂર્વગ્રહના ચશ્મા પહેર્યા હોય તો ઉતારી નાખજો. એ ચશ્મા દૂર કરવાથી જ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન તમને પ્રાપ્ત થશે. જ્ઞાન એ અમર યૌવન આપે છે. અમર યૌવન આ નશ્વર એવા દેહનું નહીં પણ આત્માનું પ્રાપ્ત થાય છે. કોઈપણ જાતની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય એનું નામ જ્ઞાન. રાજા બધે પૂજાય કે ન પૂજાય પણ જ્ઞાની સર્વત્ર પૂજાય છે. ધનનું ઐશ્વર્ય વધે તેમ ભય વધે પણ જ્ઞાનનું ઐશ્વર્ય વધે તેમ નિર્ભય બને.
ગુરુ-શિષ્ય બન્ને જઈ રહ્યા હતા. ગામ છોડી જંગલમાં આગળ વધતા ગુરુએ શિષ્યને પૂછ્યું આગળ ભય તો નથી ને? શિષ્ય કહ્યું ફકીરોને શો ભય? કોઈજ ભય નથી. થોડા આગળ ચાલ્યા બાદ ફરીથી ગુરુએ પૂછયું રસ્તામાં ભય જેવું તો નથી ને? શિષ્ય કહે છે ગુરુજી આપણા માટે ભય જેવી કોઈ વસ્તુ જ નથી. થોડા આગળ વધ્યા બાદ ગુરુ શંકા નિવારવા ગયા. શિષ્ય ગુરુની પોટલીમાં જોયું તો સોનાનો ગઠ્ઠો હતો. શિષ્ય મનમાં વિચારે છે ગુરુના મનમાં જ ભય પડેલો છે. શિષ્ય સોનાના ગઠ્ઠાને કૂવામાં નાંખી દીધો. અને પોટલીમાં એક પથ્થર બાંધી દીધો. ફૂલને ભય હોય કાંટાઓને શેનો ભય? ગુરુ-શિષ્ય આગળ ચાલવા લાગ્યા. ગુરુ પાછા શિષ્યને પૂછે છે. જંગલમાં ભય તો નથી ને શિષ્ય નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ગુરુજી ભયકો તો મૈને કૂવમેં ડાલ દિયા. શિષ્ય ગુરુને સત્ય વાત જણાવી એમને નિર્ભય બનાવ્યા. જ્ઞાન આવે એટલે માણસ નિર્ભય બને છે. પારકું નહિં પણ પોતાનું પરાધીન નહિં પણ સ્વાધીન, બહારનું નહિ પણ અંદરનું ઐશ્વર્ય એનું નામ જ્ઞાન. આપણો પડછાયો આપણી સાથે રહે છે તેમ આપણું જ્ઞાન પણ આપણી સાથે જ રહેવું જોઈએ. જીવનમાંથી રાગદ્વેષને ઓછા કરવા અત્યંત જરૂરી છે. સિદ્ધશિલા પર ગયા પછી કોઈ આત્મા પાછો આવે ખરો? એ સિદ્ધોની પાસે રાગ-દ્વેષને લઈને જશું તો ત્યાંથી પણ રીટર્ન થવું પડશે. જીવ નિગોદનું અનંત દુઃખ ભોગવી આવ્યો છે. જગતમાં એવું કોઈ સ્થાન નથી જયાં જીવે જન્મમરણ ન કર્યા હોય. સમ્યજ્ઞાનની તાકાતથી જ અક્ષય સ્થિતિના ભોક્તા બની જશું. કોઈપણ રીતે પણ થોડું જ્ઞાન મેળવો. જ્ઞાન ધન એવું છે જેને કોઈનો ભય નથી. જ્ઞાન આપવાથી ઘટતું નથી બીજાને આપવાથી વધે છે. આવું અદ્ભુત જ્ઞાન મેળવવા પ્રયત્ન કરો. બાહ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ માટે જીવ કેટલી મહેનત કરે
= • ૨૦૫ •