________________
તેવા નિમિત્તોની વચ્ચે પરિણતિજન્ય હૃદયવાળો વિચલિત નહીં થાય. કોઈપણ માણસ બીજા માણસનો પરિચય કરે ત્યારે તાત્કાલિક તે માણસની પરિણતિ ખબર પડતી નથી. પણ જેમ જેમ પરિચય વધારતા જશો તેમ તેમ તે માણસની પરિણતિની સમજ આવી જશે કે આ માણસ કેવો છે.
યશોવિજયજી મહારાજ શમાષ્ટકમાં અનેક ચાવીઓ સમતાની સમાધાનની બતાવી રહ્યા છે. મનુષ્યજન્મની દુર્લભતા, કષાયોની ભયંકરતા, જાલિમ દુર્ગતિઓના પરિભ્રમણ, નાના નાના નિમિત્તોમાં રાગ-દ્વેષના પરિણામો, એક જ ઘરમાં બધા રહેતા હોય અને સ્વભાવથી બધા જ જુદા વર્તતા હોય આ બધાની રામબાણ દવા સમતા છે. જ્ઞાનની સાથે ધ્યાનની મૂડી છે તે સમતા રાખી શકે છે. સુખ કે દુ:ખના તો આયુષ્ય બહુ ટૂંકા હોય છે.બહિરાત્મ દશામાંથી આંતરદશા પામવાની કોશિષ કરે...૪ થા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધીની આ આંતરદશા છે. ૧૩માં ગુણસ્થાનકે આ આંતરદશામાંથી પરમાત્મદશા પ્રાપ્ત થાયછે. પાત્ર, પદાર્થ, પ્રસંગ,પરિચય બધામાં પોતાના પરિણામ ટકાવી રાખવાની જરૂર છે.
આ બાજુ ત્રણ ત્રણ વરરાજ પરણવા આવ્યા છે. મા, બાપ અને દિકરો જીદ લઈને બેઠા છે કે અમે જેની સાથે નક્કી કર્યું છે તેની સાથે જ લગ્ન કરવાના. આ બાજુ છોકરી મૂંઝાઈ ગઈ છે. પરિસ્થિતિનો સામનો કરવામાં મતિ મૂંઝાઈ ગઈ છે. કયાંય રસ્તો દેખાતો નથી. સઘળાય ઝઘડાનું કારણ હું જ છું ને? હું જ ન હોઉં તો બધું જ શાંત થઈ જશે. એમ વિચારી કન્યા ઘાસલેટ છાંટીને બળી ગઈ. ત્રણેય વરરાજાઓને આ ઘટનાથી આઘાત લાગી ગયો. પ્રથમ વરરાજા તો કહે મને તારી પર ખૂબ જ પ્રેમ તું નહિ તો હું નહીં. આમ વિચારી એ પણ આગમાં કૂદી પડ્યો. બીજા નંબરના વરરાજાને વૈરાગ્ય થઈ આવ્યું ને એ સંન્યાસી બની ગયો. એણે વિચાર્યું. સાધના કરીશ અને સંજીવની વિધા સાધીને મારી પત્નિને સજીવન કરી એની સાથે લગ્ન કરીશ. જયારે ત્રીજાએ વિચાર કર્યો જયાં મારી પત્નિ બળી ગઈ એ જ જગ્યાએ હું બેસી રહીશ. હું ક્યાંય નહીં જાઉં. પેલો ભલે સંજીવની સાધી આવે પણ હું એને રાખ આપીશ ત્યારે થશેને? સંસાર વિચિત્રતાઓથી ભર્યો છે. સમસ્યાઓ ઉભી ને ઉભી જ છે. સમાધાનનું અમૃત હોવા છતાં રાગ-દ્વેષની હોળી ચાલુ જ છે.
= • ૨૨૪ •