________________
જિનતત્ત્વ આપણને એક જ સંદેશો આપે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમભાવ તમે ટકાવી રાખો. ઘરમાં સમભાવમાં રહેશો તો ઉપાશ્રયમાં કે મંદિરમાં સમભાવ કેળવી શકશો. નહીંતર ઉપાશ્રયમાં તોફાન મચાવી દેશો. કોઈ ક્રિયામાં પડે આડ, તમે પાડો રાડ, સામાના પેટમાં પડે ફાડ અને તમારું મોટું અને વિકરાળ. કેવી દયનીય પરિસ્થિતિનું સર્જન કરો છો. આડ માટે ઈરીયાવહી છે પણ રાડ માટે શું? રાડ પાડી સમભાવની વાડ તોડશો માં! કર્મના ઉદય સારા હોય તો અપ્રિય એવું કાર્ય પણ પ્રિય બની જશે. આપણા નસીબના આધારે આવું બધું થયા કરે. બધાને વેલકમ કરતા શીખી જાઓ.
અનંત ઉપકારી પૂ. વિનયવિજયજી મહારાજે પણ શાંતસુધારસ' ગ્રંથમાં જીવોના પરિભ્રમણને અટકાવવા માટે કહ્યું છે કે પુણ્યના યોગે મળેલ સામગ્રીમાં પાગલ ન બન. અનેક વખત અનુભવ મળવા છતાં બોધ લેવા તૈયાર નથી.લોકો એને મૂર્ખ કહે છે. ચક્રવર્તિના વૈભવો પણ ખાલી થઈ ગયા. વૈભવ પણ પાણીના ટીપા જેવું છે. પવનની લહેર આવે એટલે ખતમ થઈ જાય છે. જીવને આ જગતમાં ત્રણ જાતના આકર્ષણો હોય છે.
શરીર આકર્ષણ :- તે જીવને એવું શરીર મળેલું હો. નમણુ-કદાવર, ભરાવદાર અને જુએ કે તરત જ તેના તરફ આકર્ષણ થાય. બીજા જીવો ઉપર પ્રભાવ પાડવા કોશિષ કરે.
બુદ્ધિજન્ય આકર્ષણ :- ઘણાં જીવોના શરીર નબળા હોય છતાં પોતાની બુદ્ધિથી બીજા ઉપર કાબૂ મેળવી શકે છે. પોતાનું ધાર્યું કામ કઢાવી શકે છે.
પરિણતિજન્ય આકર્ષણ :- તે જીવને ભલે તંદુરસ્ત કે દેખાવડું શરીર મળ્યું હોય તેમ છતાં એના ભાવ એવા હોય કે ગમે તેવા કષ્ટો આવે છતાં તે મનુષ્ય તરીકેની નીતિમત્તા, પ્રામાણિકતા જાનના જોખમે પણ છોડે નહીં. જેની પરિણતિ સારી હોય તે સદ્ગતિ પામવાને લાયક થાય છે. ભલે તંદુરસ્ત શરીર ન હોય ભલે બુદ્ધિ ઓછી હોય છતાં પરિણતિ સારી હોય તે સદ્ગતિ પામવાને લાયક થાય છે. આ જગતમાં માણસને ગમે તેટલી સંપત્તિ મળે પણ જો તેની પરિણતિ સારી ન હોય તો તે અવશ્ય દુર્ગતિમાં જાય છે. પરિણતિમાં જરાય છૂટછાટ ન ચાલે. જો એમાં છૂટછાટ કરવા જશો તો સંસારમાં રખડતા થઈ જશો. સમાધન પરિણતિ કરાવે છે. જ્ઞાનનું પરિણામ તે પરિણતિ. પરિણામોની પરિપકવતા છે. તે જ જીત મેળવી શકે છે. ગમે
= • ૨૨૩ •
=