________________
પ્રથમ ભાવ કે ક્રિયા?
ઘા સતત પડે તો લોઢામાંય આકાર આવી જાય. તેમ ૧૦૦ ટકા ક્રિયા કરતા રહેવાથી ભાવ પેદા થઈ જ જાય. આપણને કાયાના ભાવ ઘણા મળ્યા છે. અને એ એ કાયાના ભાવોમાં પાપો પણ ખૂબ કર્યા છે. ગલત સંસ્કારો અને જીવના પોતાના અવળા પુરૂષાર્થથી પાપો આ કાયાથી ખૂબ થયા છે. સંસ્કાર એટલે શું? ચોક્કસ પ્રકારની વૃત્તિ એનું નામ સંસ્કાર. તમો પિક્સર જુઓ છો. એમાંનું દશ્ય કયાંથી આવ્યું?
પ્રોજેક્ટરની સહાયથી પડદા ઉપર દશ્ય દેખાય. પડદા ઉપર દેખાતું દશ્ય તે કાયા અને પ્રોજેક્ટર એટલે મન. મનના પડદા ઉપર સેંકડો વખતની ક્રિયાથી જે તૈયાર થાય તે સંસ્કાર. સનમાઈકાના ટેબલ ઉપર પાણી પડ્યું હોય. લૂંછી નાંખો તો એ ટેબલ તરત સ્વચ્છ થઈ જાય... અન્યથા પાણી સુકાઈ ભલે જાય પણ એનો આકાર તો પડી જ ગયો... ફરી પાણી પડે તો આકાર ગોઠવાતા જ જાય. વર્તમાન જન્મમાં પાપો ન કરીએ તો સૂકાઈ જાય. નવા જન્મમાં પાપો ન થાય. આપણને તો પાપની પ્રવૃત્તિના સંસ્કાર સૂકાવવા છે. આ જન્મે થોડીક સાવધાની રાખીએ પાપની પ્રવૃત્તિઓ સ્થગિત કરીએ. સમ્યજ્ઞાન પરિણામ પામે તો પ્રવૃત્તિઓ પણ સમ્યફ બની જાય. સતત શુભ ક્રિયાઓને પકડી રાખો. આપણને ક્રિયાઓ ગમતી કેમ નથી? કારણ છે આપણને કષ્ટો ગમતા નથી. જયાં લેશમાત્ર પણ કષ્ટ ન પડે તે કરવા આપણે તૈયાર છીએ. પ્રભુ તો કહે છે, દેહને કષ્ટ અને આત્માનું ઈષ્ટ. કષ્ટથી બચવા જાય તે ક્રિયાથી વંચિત રહી જાય. અને જે ક્રિયાથી વંચિત રહે તે તેના ફળથી પણ વંચિત રહે છે. સાકર દૂધમાં નાંખતાજ તે ઓગળી જાય છે. હકીકતમાં સાકર દૂધમાં વ્યાપ્ત થઈ જાય છે. આપણે પણ આ ક્રિયાઓથી વ્યાપ્ત બનવાનું છે.
ઉપરના ગુણસ્થાનકવાળાને ક્રિયાની જરૂર નથી પણ નીચેના ગુણસ્થાનકવાળાને તો સતત ક્રિયાની જરૂર છે. સાધના સાથે મિત્રતા કરવી છે અને સફળતા પણ મેળવવી છે. સાધનાનો આરંભ ક્રિયાત્મક ધર્મથી શરૂ થાય છે. કૂવામાંથી પાણી ખેંચતા ગરગડી પર નિશાન પડતા જાય અને પાણી ખેંચવાનું પણ સરળ બનતું જાય. પૂજા-સામાયિક-પ્રતિક્રમણ સતત કરતા રહીએ તો આત્મા ઉપર નિશાન આકાર જરૂર પડતા જાય. આજે ભલે નથી ગમતા પણ સમય જતા ગમવા લાગશે. અભ્યાસ સાતત્યથી પડે
E
E
NIA
GIRIJu|urlfada | Jail
:- KIRY ributtisgas Y Eligiosa