________________
રાતના સ્વપ્ર આવ્યું મારા બધા દાંત પડી ગયા. સવારના રાજ જયોતિષને બોલાવ્યા, જયોતિષે રાજાનું સ્વપ્ર સાંભળીને કહ્યું : રાજા તમારા સગાંસંબંધી જોતાં રહેશે અને તમે ખુદા પાસે ચાલ્યા જશો. રાજાએ આજ્ઞા કરી ચડાવી દો ફાંસીએ. બાજુમાં ચાલાક મંત્રી ઉભા હતા. આપણે ગમે તેટલા મોટા બનીએ પણ પાસે એક ડાયો માણસ રાખો, કયારેક તો કામ લાગશે. મંત્રી દયાળુ છે. રાજાને કહે છે. આ જયોતિષે તો ખુબ સુંદર ફળ જણાવ્યું છે. રાજાએ પૂછયું, શું કહે છે? મંત્રીએ કહ્યું તમે કેટલા નસીબદાર છો. તમે કોઈનું પણ મોત નહીં જોઈ શકો. રાજાએ કહ્યું યહ બાત હૈ? ઈનામ આપીને ખુશ કરો. માણસ ઊંચો હોય એની ભાષા ઊંચી હોવી જોઈએ. મંડનાત્મક શૈલી જીવનમાં કામની છે. કેમકે તેમાં સ્વીકાર છે. ઘર-બજાર સમુદાયમાં તમારી શૈલી મંડનાત્મક હોવી જોઈએ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, ક્રિયા વગર પણ મોક્ષમાં તો જવાય. જો મોઢામાં કોળિયો નાખ્યા વિના પેટ ભરાય તો! પેટ ભરવા માટે ખાવું જ પડે. જે લોકો બાહ્ય ક્રિયાનો ત્યાગ કરે છે એમના માટે સમજવા જેવું છે કે આપણે જીવીએ છીએ પણ કોઈક ક્રિયાથી જ ને! શ્વાસોશ્વાસની ક્રિયા વગરનું જીવન પણ કયાં શક્ય છે. સિદ્ધદશા પ્રાપ્ત થયા પછી ક્રિયાની જરૂર રહેતી નથી. સક્રિય બન્યા વગર કાંઈ મેળવાતું નથી. સિધ્ધ બન્યા પછી નિષ્ક્રિય બની જવાય છે. છબસ્થોને તો સક્રિય બનવું જ રહ્યું. જો નદી વહેતી બંધ થાય તો એ નદીનું પાણી ગંધાય. મશીન બંધ પડી રહે તો એના પાર્ટસ પણ કટાઈ જાય. દરેક ક્ષેત્રમાં ક્રિયા તો જરૂરી છે. આપણા જેવા ધ્યાનની વાતો કરીને બન્ને બગાડે છે. નથી ધ્યાન થતું, નથી ક્રિયા થતી. શાસન આપણા સુધી આવ્યું છે તો ક્રિયામાર્ગથી જ. માત્ર આંખ બંધ કરવાથી મોક્ષ થઈ જશે? જાગેલો આત્મા જ પરમાત્મા બની શકે. ઊંધતાં એવા અજ્ઞાની જીવોને તો કોઈ તીર્થકરો પણ જગાડી શકતા નથી. જે જાગે છે તે પામે છે. ક્રિયામાર્ગથી જ પ્રભુને આરાધવાના છે. નિશ્ચયની વાતો આપણને સાંભળવી ગમે છે. ખરેખર ગમે તેનું વાંચો નહીં. નિશ્ચયની સાથે વ્યવહાર જોઈએ. અશ્રધ્ધાળુના વાંચનથી શ્રધ્ધા માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. ડેસ્ટીનેશન મૂકો. મંજીલ તો નક્કી કરવી જ પડશે. અમદાવાદથી ટ્રેનમાં બેઠેલો માણસ ભૂલી જાય છે કે કયાં જવું છે, તો તે પહોંચી નહીં શકે. એક લક્ષ્ય બનાવો. લક્ષ્ય વગરની ક્રિયા માત્ર દોટ છે. આ ક્રિયા કરીને એનાથી મારે કાંઈ પામવું છે. એવું લક્ષ્ય નક્કી કરી ધો. લક્ષ્ય હશે તો સવાલ થશે કે આપણે લક્ષ્યની નજીકમાં છીએ કે દૂર છીએ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરિ મ.ને સવાલ જાગેલો કે મારો