________________
લઈએ પરંતુ આપણી સમક્ષ ભરપુર પ્રશંસા કરે ત્યારે? સમભાવ ટકાવવો જોઈએ. એ સમયે કયાં પણ રાગ, અહંકાર જાગૃત ન થવો જોઈએ. પ્રશંસા એ લપસણી ભૂમિ છે. અપમાન અને પ્રશંસા બન્ને પ્રસંગોમાં જેની ચિત્તવૃત્તિ સમાન રહે એનું નામ સમભાવ. સમભાવ એટલે ગોળ અને ખોળને સરખા માનવા એ નહીં પરંતુ બન્નેમાં રાગ-દ્વેષ ન કરવો તે સમભાવ. રાગ-દ્વેષના પ્રસંગોમાં ચિત્તવૃત્તિને સ્થિર રાખવી જે શમી તે શિવં ગમી.' જગતની અંદર કર્મની વિષમતા ભલે ગમે તેટલી આવે છતાં રાગ-દ્વેષ ન થવા જોઈએ. સમભાવ ધરાવનાર આત્મા મોક્ષે જાય છે. જડ પ્રત્યે પણ રાગ-દ્વેષ ન થવા જોઈએ. અભેદ બુદ્ધિ જરૂરી છે. દ્રવ્યાંશ જોનારો સમતા રાખી શકે છે. પર્યાયાંશ જોનારો સમતા રાખી શકતો નથી. હું-તમે-ડાહ્યો-ગાંડો આ બધા આત્માના પર્યાયો છે. પર્યાય ક્ષણિક હોય સોનાના ગઠ્ઠાને તમે જોયો, તમને ગમશે પણ સામાન્યતઃ એના પર રાગ-દ્વેષ નહીં થાય. પણ એ જ સોનું ઘરેણામાં પલટાય છે ત્યારે એ ઘરેણાં ઉપર રાગ દ્વેષ થાય છે. મૂળ તત્ત્વરૂપે જોવાથી રાગ-દ્વેષ નહીં થાય. પર્યાયના ભેદ છે. દ્રવ્યમાં અભેદ છે. જે મારી અંદર છે એ જ તમારી અંદર વિલસતું દ્રવ્ય છે. આત્મા બધાનો સરખો છે. આપણાથી કોઈ વધી જાય તો દ્વેષ થાય છે અને આપણાથી ઓછું આવડે તો નફરત રૂપી દ્વેષ થાય છે. આ બધા દ્વેષના સંતો પર્યાયષ્ટિના કારણે છે. જિનતત્ત્વ કહે છે કે પર્યાયના બદલે દ્રવ્ય જોવાની કળા શીખી લે. કપાસના ઢગલા પર દ્વેષ નહીં થાય પણ એમાંથી બનેલી સાડી ઉપર? સામાન્ય જ્ઞાનનો પણ પરિપાક થવાથી પણ આપણી વૃત્તિ સુધરી જાય છે.
નરમાંથી નારાયણ બની પોતાનું આત્મકલ્યાણ કરવું હશે તો સમતા લાવવી જ પડશે. દર્શન-વંદન-પૂજા-સામાયિક-પ્રતિક્રમણ ક્રિયાથી સિદ્ધિ મળશે અને જ્ઞાનથી પ્રસિદ્ધિ મળશે. આ બન્ને સિદ્ધિ-પ્રસિદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનની પૂર્તિ નથી. આધ્યાત્મિક માર્ગના ભોમિયા આમાં અટવાતા નથી. સિદ્ધિ-પ્રસિદ્ધિની ખેવના હોતી નથી.
શિષ્ય કહે છે ગુરુજી! આપણે નદીના પાણીમાં ચાલતા ચાલતા વાતો કરીશું. ગુરુજી કહે છે પાણીમાં વાતો કરીએ એમાં શું મજા આવે આપણે તો આકાશમાં ઉડતા ઉડતા વાતો કરીશું. શિષ્ય તો મૌન થઈ ગયો. ઉડવાની તાકાત તો ભમરા અને માખી પાસે પણ હોય છે. અને તરવાની તાકાત તો માછલી પાસે પણ છે. આવી સિદ્ધિઓનો મતલબ શું? સિદ્ધિ એનું નામ જે અંતરની શુદ્ધિ આપે. શુદ્ધિ વગરની સિદ્ધિ અને પવિત્રતા વગરની પ્રસિદ્ધિ પતનનું પ્રથમ પગથીયું બની જશે. યોગીઓની દુનિયા જુદી હોય છે. આપણે
• ૨૧૪ •