________________
ખૂણામાં બેસીને કેટલાય પાપોની નિર્જરા કરતા હોય છે. એક સાધુભગવંત ઉપાશ્રયમાં બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યા. એ ભાઈ આવતાની સાથે બોલવા લાગ્યા. તમને કોઈ ધંધો જ નથી. હરામનું ખાવા માટે જોઈએ છે. ખાવા માટે જોઈએ તો તરત માંગી લાવો. મફતની જગ્યામાં રહેવાનું. તદ્દન બેકાર છો. દુનિયાના વ્યવહાર વિચાર-પ્રહારો કોઈ અસર કરતા નથી. માછલી જયારે પાણીની બહાર આવે છે ત્યારે રાગ-દ્વેષનો શિકાર બને છે. સાધુ જયારે સમભાવથી બહાર આવે છે ત્યારે રાગ-દ્વેષનો શિકાર બને છે. સમભાવમાં ડૂબનારો સંસારથી તરી જશે. જે ડૂબતો નથી તે તરતો નથી. પેલા સાધુ ભગવંત સમભાવમાં ઊંડા ઉતર્યા છે. કાંઈ બોલતા નથી. ભાઈ આખરે બોલીને થાકી ગયા. વિભાવ હંમેશા થાક લગાડે છે ને સ્વભાવ હંમેશા થાક ઉતારે છે. વિભાવમાં રહેશો તો દુઃખી થશો. સ્વભાવમાં રમણતા કરશો તો સુખી થશો. બોલતા બોલતા થાકી ગયેલા ભાઈ છેલ્લે બોલે છે મહારાજ બહેરા છો કે શું? પેલા મહાત્માએ હસીને જવાબ આપ્યો ભાઈ! તમારે પહેલા જ પૂછવું હતું ને? પેલા ભાઈ કહે સાંભળતા હતા તો જવાબ કેમ નહોતા આપતા? શાંત-પ્રશાંત ઉપશાંત ત્રણેય જુદા છે. દેહના સ્તર પર સમભાવ આવે તો જીવ શાંત બને. મનના સ્તર પર સમભાવ આવે તો જીવ પ્રશાંત બને. આત્માના સ્તર પર સમભાવ આવે તો જીવ ઉપશાંત બને.
પેલા ભાઈને આશ્ચર્ય થયું. આટલી હદ સુધી બોલવા છતાંય જરા પણ ક્રોધ ન આવ્યો. મહાત્મા પેલા ભાઈને સમજાવે છે. ધારો કે ઘરે મહેમાન આવ્યા છે. ચા-નાસ્તો કર્યા પછી જયારે જવા તૈયાર થાય ત્યારે નાના છોકરાના હાથમાં ૫ -૧૦ રૂા ની નોટ ભેટરૂપે આપે. એ ભેટ ન સ્વીકારાય તો એ નોટ પર માલીકી કોની? મહેમાનની પોતાની જ ને? મહાત્માએ પ્રસન્નતાથી કહ્યું તમે મહેમાન બનીને આવ્યા એક કલાક સુધી બોલ્યા. મેં તમારી ભેટ ન સ્વીકારી તો માલીકી કોની? ભાઈ આ વાત સાંભળી મહાત્માના ચરણે ઝૂકી પડ્યા. સમભાવ પોતે તરે છે અને બીજાને પણ તારે છે. આજથી જીવને સમભાવનો બોધ આપશો.
આ બાજુમાં કન્યાની મા જમાઈને પોંખવા માટે માંડવે આવે છે. ત્રણત્રણ જણા ઉભા છે. વિચારે છે હવે કોને પોંખું?
C
D
E--
=
= • ૨૨૦ •