________________
રહીએ છીએ એ દુનિયા યોગીઓને ગમતી નથી.
આંતરિક આકર્ષણ જેને પ્રગટયું હોય તે બહારના કીચડમાં કયારેય રમવા આવતા નથી. સાધુ પાછળ ભક્તો દોડે એમાં ભક્તોની શોભા છે પણ જો સાધુ ભક્તો પાછળ દોડે તો એમાં સાધુની શોભા નથી. જીવનમાં તપ ન હોય તો ચાલી શકે પણ ખાવા છતાં ખાવાના પદાર્થોની પડી ન હોય તે યોગી છે. માન-પાન મળતા ન હોય તે યોગી નથી પણ માન-પાનની જેને પરવા નથી તે યોગી છે. સંત ગોપીચંદ અને ભતૃહરિને ભક્તો ખૂબ જ માન આપે છે. આ સંતોને ભક્તોની ભક્તિમાં મજા આવતી નથી. સાચો વેપારી વેપાર કેટલો થયો છે તે ન જુએ તો પણ કમાણી કેટલી થઈ તે તરફ નજર રાખે. ગોળ હોય ત્યાં માખીઓ તો આવે જ. વાસક્ષેપનો ચમત્કાર જોઈ ભક્તો તો આવશે જ. શુદ્ધિના બીજમાં જ સિદ્ધિનું ફળ મેળવનાર ખરેખરો યોગી છે. યોગીઓની પાસે સિદ્ધિઓ હોય છે પણ કયારેય તે બતાવતા નથી. કુરગડુ મુનિ સંવત્સરીના દિવસે ગોચરી લઈ આવ્યા. એમની સાથેના ત્રણેય મહાત્માઓના માસક્ષમણ છે. કુરગડુ મુનિ એ મહાત્માઓને કહે છે લાભ આપો. લોકવ્યવહાર એ પણ બહુ મહત્વની વાત છે. પેલા મહાત્માઓ કહે છે અમારું માસક્ષમણ ચાલે છે ખબર નથી. કુરગડુ મુનિ એ મહાત્માઓ પાસે ગયા અને કહ્યું લાભ આપો. “શરમ નથી આવતી’ એમ એક મહાત્માએ અભિમાનથી કહ્યું. એક મુનિએ અપમાન કર્યું છતાં બીજા-ત્રીજા મહાત્માઓની પાસે પણ ગયા. ત્રણેય મુનિઓના તિરસ્કારને આનંદથી સહી લે છે. ગચ્છત્તિ કરો તો વાંધો નહીં પણ તમે તો સાથે ગર્ભત્તિ પણ કરો છો એને વાંધો છે.
એક શહેરમાં ચાતુર્માસે પધારેલા મુનિવરોને ત્યાંના એક શ્રાવકે સાંજના ગોચરી વહોરાવવાની વિનંતી કરી. સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી. તેથી નાના મુનિએ જવાબ આપ્યો આજે મોડું થઈ ગયું છે ખપ નથી. આટલું સાંભળતા જ ઓલા ભાઈ બોલવા લાગ્યા...હા, ખબર છે તમે શેના આવો? તમને તો શ્રીમંતો કે ટ્રસ્ટીઓના ઘર જ જોઈએ છે. દરેક સાધુઓ આવું જ કરે છે. શ્રાવકની આવી વાત સાંભળી આ મુનિવરોના ગુરુદેવ એમને બોલાવી પૂછ્યું ભાઈ! તમારું ઘર કયાં છે? બસ, અહીં બાજુમાં જ છે. ગુરુદેવ તરત પોતે એ ભાઈના ઘરે વહોરવા ગયા. એ ભાઈએ પછી ચાર મહિના સાધુ ભગવંતોની અનન્યભક્તિ કરી લાભ લીધો. કયારેય કોઈની નિંદા ન કરવી. પ્રભુ વીરની સંસ્થામાં કોઈ ખરાબ નથી. કોઈની પણ ભૂલ થઈ શકે છે. આખી દુનિયા કાંઈ ખરાબ થોડી હોય છે?
• ૨૧૫ •
=