________________
જ્ઞાની, તપસ્વી, દાની બનવું સહેલું છે પણ ગુણાનુરાગી બનવું અઘરું છે. સમતા રહેવી એ અઘરામાં અઘરી છે. ક્રિયાથી સિદ્ધિ-પ્રસિદ્ધિ મળે પણ શુદ્ધિ તો સમતાથી જ મળે છે. ત્રણેય મહાત્માઓ ગમે તેમ બોલવા લાગ્યા છતાં કુરગડુ મુનિને જરા પણ આવેશ ન આવ્યો. ગોચરી વાપરવા બેઠા. ગોચરી વાપરતા વિચારે છે આ મહાત્માઓ કેટલા ઉપકારી છે. એમના ક્રોધમાં હું નિમિત્ત બન્યો. મને ધિક્કાર થાઓ. અધ્યાત્મ યોગમાં રહેલા યોગીના વિચારો જુદા હોય છે. આ મહાત્માઓ માત્ર બોલીને શાંત ન રહ્યા પણ કુરગડુના પાત્રમાં જઈને યૂક્યા પણ ખરા. કુરગડુ મુનિ વિચાર કરે છે આ મહાત્માઓએ લુખ્ખા ભાતમાં ઘી નાંખી આપ્યું, સાધુ ખાતા જાય છે અને કર્મને ધોતા જાય છે. રોતો જાય છે અને કર્મને ધોતો જાય છે. સમભાવમાં ચડેલા આ કુરગડુ મુનિને વાપરતા વાપરતાં કેવળજ્ઞાન થઈ ગયું. ત્યાં
કાશમાંથી દેવ-દેવી વંદન કરવા પધારે છે. માસક્ષમણના તપસ્વી મહાત્માઓ વિચારે છે કે આપણને વંદન કરવા દેવ-દેવીઓ પધારી રહ્યા છે. સ્પૃહા હોય ત્યાં સ્પર્ધા થાય. ત્રણેય વિચારે છે ઓહો દેવ-દેવીઓ વંદનાર્થે આવ્યા. જે પૂર્ણ છે તેને હું પૂર્ણ છું એવી જાહેરાત કરવી પડતી નથી.
ભરોસો છલકે નહિ, છલકે સો આધા,
ઘોડા સો ભૂકે નહિં, ભુંકે સો ગયા. સમતાની દુનિયામાં ઉતરેલાને પોતાની જાહેરાત કરવી પડતી નથી. દેવ-દેવીઓ તો પહેલા કુરગડુ મહાત્માને વંદન કરવા લાગ્યા. ત્રણેય મહાત્માઓ આ જોઈને ગરમ થઈ ગયા. આ દેવ-દેવીઓ પણ ખાઉધરાને વાંદે છે. હમણાં તો ઘડો ભરીને ભાત ખાધા. લાંચ લીધા વગર ચાલી શકે પણ આપ્યા વગર ચાલતું નથી. સાચને આંચ નથી. મહાત્માઓ કહે છે નક્કી દેવ-દેવીઓથી કંઈક ગડબડ થઈ લાગે છે. ત્યારે દેવતાઓ જવાબ આપે છે. ભૂલેચૂકે કાંઈ બોલશો નહિ. તમે કહો છો ઘડો ભરી ભાત ખાધા હતા એમને જ ઘડીભર પહેલા કેવળજ્ઞાન થયું છે. ત્રણેય મહાત્માઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે. દેવીના વચન સાંભળી ત્રણેય મહાત્માઓ કુરગડું મુનિના પગમાં પડે છે. માફી માંગે છે. અમને માફ કરો અમે અધમ કોટીની આશાતના કરી છે. પશ્ચાતાપ કરતા આખરે ત્રણેય મહાત્માઓને કેવળજ્ઞાન થઈ ગયું.
તપ-ત્યાગ-જ્ઞાન એ બધી ટ્રેનો છે. પણ સમભાવ એ રાજધાની છે. ગૌતમ પાછળ રહ્યા અને અઈમુત્તા આગળ નીકળી ગયા કારણ શું? સમભાવ, સમભાવના સાધક બનો એ જ શુભકામના...
-
=
• ૨૧૬ -
-