________________
'શાસ્ત્રોનો બોધ..ટાળો વેર વિરોધ...!
સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત અને ઔષધ વગર પેદા થયેલ રસાયણ તેનું નામ જ્ઞાન. જગતનું સાચું દર્શન કરવું હોય તો રાગ-દ્વેષ ઓછા કરો.
દાનનું ઐશ્વર્ય વધે તેમ ભય વધે. જ્ઞાનનું ઐશ્વર્ય વધે તેમ નિર્ભય બને. 2 મોટા થવું હોય તો નાના બનવાની શરૂઆત કરો.
જ્ઞાનસારના પાંચમાં “જ્ઞાન” અષ્ટકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ચિરંતન ચિંતનને વહાવતા કહી રહ્યા છે કે જગતમાં કોઈપણ દુઃખનું કારણ હોય તો અજ્ઞાનતા છે અને સુખનું કારણ જ્ઞાન છે. અજ્ઞાનતા તરફ આગળ વધતો જીવ દુઃખી થાય છે. જ્ઞાન તરફ આગળ વધતો જીવ સુખી થાય છે. સુખના સાધનોનો અભાવ દુ:ખીને હોય, સુખીને નહીં. જ્ઞાનથી પૂર્ણ આત્મા સુખના સાધનો વિના પણ સુખી છે. જ્ઞાનની ચરમકક્ષાની વાત જણાવતા કહે છે કે સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત અને ઔષધ વગર પેદા થયેલ રસાયણ એનું નામ જ્ઞાન, સાંભળ્યું છે કે અમૃત સમુદ્રમાંથી પેદા થાય છે. પણ એ અમૃત પીને આજ દિવસ સુધી કોઈ અમર બન્યા હોય એવું કોઈએ કહ્યું નથી. થોડા વર્ષ પહેલા વૈજ્ઞાનિકોની સભા ભરાઈ. એક વૈજ્ઞાનિકે બધાની વચ્ચે એક બાટલી મૂકી અને કહ્યું કે ૨૦ વર્ષની મહેનત બાદ મેં આ જલદ એસિડ બનાવ્યું છે. આ બહુ જલદ છે. આ જયાં પડે ત્યાં કોઈ ના ટકી શકે. પીગળી જ જાય. કોઈ દ્રવ્ય ટકી ના શકે. વૈજ્ઞાનિક આટલી વાત કરી બેસી ગયો.જો એસિડ જલદ હોત તો બાટલીમાં શી રીતે રહ્યું? આ વાતોમાં તથ્ય કેટલું? આધ્યાત્મિક જ્ઞાનરૂપી અમૃત કોઈ સમુદ્રમાંથી પેદા થયું નથી. ઔષધિમાંથી ન બન્યું હોવા છતાં એ અદ્ભુત જ્ઞાનરસાયણ છે. એ જ્ઞાન સિદ્ધોમાં વિલસી રહ્યું છે.
સિકંદરની એક વાત આવે છે. સિકંદર કોઈ તલાવડીનું પાણી પીવા ગયા. તલાવડીના કાંઠે હજાર માણસો અરસ-પરસ લડી રહ્યા હતા. સિકંદરને ડાહ્યા માણસોએ કહ્યું કે તમે આ અમર તલાવડીનું પાણી પીતા નહિ. રાજા પૂછે છે કેમ?ત્યારે કોઈકે કહ્યું અમે જયારે મરવાના નથી તો જીવવા માટે જેટલું મેળવાય તેટલું મેળવવા બધા લડી રહ્યા છે. અમર બનશો તો તકલીફોનો પાર નહીં રહે. ખરેખર સાચી વાત છે. રાગદ્વેષના તોફાનો અજ્ઞાનદશાના
= • ૨૦૪ •