________________
વિષય છે. એટલે ત્યાં જોરજુલમ ન ચાલે એમ તમે ઘણીવાર કહો છો. નિશાળમાં જવા બાળક તૈયાર ન થાય તો તમે એને ફોર્સ કરીને મૂકી આવો
છો ને. બાળકને ઘરમાં ભણાવો તો ન ચાલે? હમણાં જ નાંગલપુર વિદ્યાપીઠમાં ભણીને નીકળેલા છોકરાઓ આવેલા તેઓ કહે સાહેબ નાના હતા ત્યારે વગર મને ભણ્યા તો આજે ટકી રહ્યા છીએ. જ્ઞાન જેને મળી જાય તે દુ:ખી બનતો નથી. ધાર્મિક આરાધના માટે દેરાસર-ઉપાશ્રયે જવું જોઈએ. ઘણીવાર વાતાવરણ પણ ધર્મમાં સહાયક બને છે. અપવાદ માર્ગ જુદો છે અને સત્યમાર્ગ જુદો છે. અપવાદ એ માર્ગ નથી. જે ઘટના ક્યારેક જ બને તે માર્ગ સ્વરૂપે બનતી નથી. ચોરીમાં, અરીસા ભુવનમાં કોઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એથી એ માર્ગ નથી બની જતો. કયારેક બનતું સત્ય કાયમ માટે સત્ય નથી બની રહેતું. જિનશાસન કહે છે પરમાત્માના શાસનને પામ્યા પછી ભાવનાને વધારવાનું કામ કરો. દ્રવ્ય-ક્ષેત્ર-કાળનો પણ મહિમા હોય છે. કોઈક ક્ષેત્રમાં જઈએ તો ભાવના સ્વયં બદલાઈ જાય છે. તેથી જ સાધુ-સાધ્વીજીઓએ ગૃહસ્થના ઘરમાં રહેવાની ના પાડી દીધી છે. રાગવાળા સ્થાનમાં રહેવાથી સાધુની ઈચ્છાઓને બહેકાવવા નિમિત્ત મળે છે ને વૃત્તિઓ ઉછળશે. ભીંત ઉપરના ચિત્રોને પણ જોવા નહીં. આ પામર જીવ અવસરને આધિન થઈ જાય છે. સ્યુલિભદ્રજી વેશ્યાને ત્યાંથી અણિશુદ્ધ રીતે બહાર આવ્યા અને એમના જ ગુરુભાઈ એ વેશ્યાથી પતન પામતા બચી ગયા. અપવાદિક ધર્મના દષ્ટાંત કયારેય ન લેવાય. કયારેક આચરવાનો અવસર આવે ત્યારે ગીતાર્થ ગુરુની રજા સિવાય કરાય નહીં.
રાજા પોતાની દીકરીને કહે છે, આ ફકીર સાથે તારા લગ્ન કરાવવાની મારી ભાવના છે. બેટી તને મંજૂર છે? દીકરી કહે છે આપ જે કરશો તે મારા માટે યોગ્ય જ હશે. પછી રાજાએ ફકીરને કહ્યું કે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરું તો? ફકીર કહે છે, મારી પાસે ઝૂંપડી સિવાય કશું જ નથી. રાજા કહે છે મારી દીકરીને એ બધુ માન્ય છે. રાજાએ શાહજાદીના લગ્ન આ ફકીર સાથે કર્યા. શાહજાદીનું આત્મજાગરણ થયેલ હતું. લગ્ન પછી તે ફકીર સાથે એના ઘરે આવી. ઘરમાં કચરો કાઢે છે. ઘરમાંથી નીકળે તે કચરો અને ઉપાશ્રયમાંથી નીકળે તે કાજો. સાફ કરવાના લક્ષ સાથે નીકળે તે કચરો અને જીવદયાના લક્ષ સાથે નીકળે તે કાજો. ઝૂંપડીમાંથી કચરો કાઢે છે ત્યારે હાથમાં એક પોટલું આવ્યું. પૂછે છે આ શું છે? ફકીર કહે છે સાંજના માટે સૂકો રોટલો છે. ફકીરની આ વાત સાંભળી શાહજાદી રડવા લાગી. તે જોઈ ફકીરે કહ્યું કે મેં તો તને પહેલેથી
- - ૨૦૨ • =