________________
નારકીમાંય સમાધિ આપવા પહોંચી જાય છે. કેન્સરની ભયંકર વેદનામાંય શ્રાવકો પ્રભુને ભાવથી વંદના કરતા હોય. એના પ્રભાવે વેદનામાંય સમાધિ પ્રાપ્ત કરતા હોય છે. ગજસુકુમાલ મુનિના માથે ખેરના અંગારા હતા છતાં મુખ પર અદ્ભૂત પ્રસન્નતા હતી. અસમાધિ, પ્રસન્નતા, અશાંતિ એ જ દુઃખ છે. ઈતિહાસ કહે છે ગજસુકુમાલ મુનિ દીક્ષા લઈને એ જ દિવસે પરમાત્મા નેમનાથને કહીને ઝટપટ આત્મકલ્યાણ કરવા માટે સ્મશાનમાં ધ્યાનસ્થ બની ગયા છે. દીક્ષાના પહેલા જ દિવસે મુનિને કેવળજ્ઞાન!
એક શ્રીમંત માણસ કોઈ દર્દના કારણે હોસ્પિટલમાં છે. વળી સ્પેશીયલ રૂમમાં છે. ડોકટરો-સીસ્ટરો સેવામાં હાજર છે. રોજના હજારો રૂ।. ના ઈન્જેકશનો અપાય છે. ભાઈ દર્દની વેદનામાં તરફડી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચાય છે. આ ભાઈ સુખીને ....? ના...કારણ જીવનમાં સમાધિ નથી. જિનતત્ત્વ કહે છે મિથ્યાત્વ ભેદાઈ જાય પછી દુ:ખ જેવું કાંઈ રહેતું જ નથી. આપણી અજ્ઞાનતા જ આપણા દુઃખનું કારણ છે. બીજાને આપણા દુઃખના કારણ કલ્પવા એ જ મિથ્યાત્વ છે. નિર્ભય બનવું હશે તો જ્ઞાન મેળવવું જ પડશે. નિર્ભયતા એ જ્ઞાનની સહચરી છે. જે જ્ઞાની બને એની બહારની દુનિયામાં ઉથલપાથલ થઈ શકે પણ તેની આંતરિક દુનિયામાં શાંતિ અને સ્થિરતા જ હોય છે. સાગર જોયો છે ને? ઉપરથી આપણને એ ઉછળતો દેખાય છે પણ અંદરથી એ કયારેય ઉછળતો નથી. મરજીવાને પૂછશો તો એ પણ કહેશે કે સાગરની અંદર કયારેય તોફાન નથી. એ.સી.માં બેઠા પછી અંદર ઠંડક હોય પણ ભીતર સળગતું હોય તો એ.સી. પણ ઠંડક ન આપી શકે. ઘણીવાર સાઉન્ડપ્રુફ કેબીનમાં બેઠા પછી બહારનો ઘોંઘાટ હેરાન કરતો નથી. આપણો પ્રયત્ન જ્ઞાન મેળવવા તરફનો હોવો જોઈએ કે જેનાથી નિર્વાણપદ પ્રાપ્ત થાય. જાણકારી અને જ્ઞાન બન્નેમાં ફરક છે. ટેપરેકોર્ડરની કેસેટમાં બધું ભરેલું હોય એટલા માત્રથી કેસેટને જ્ઞાની ન કહેવાય. જ્ઞાનના પુસ્તકોથી કબાટો ભર્યા હોય તેટલા માત્રથી તે કબાટ જ્ઞાની નથી કહેવાતો. જ્ઞાન ભંડાર કહેવાય પણ જ્ઞાની ન કહેવાય.
મોક્ષસાધક જ્ઞાન મેળવશું એટલે સુખી બનશું. એક શાહજાદાને પોતાની દીકરીના લગ્ન કરવા હતા. ઘણાં રાજકુમારો જોયા પણ કયાંય મન ઠરતું નથી. એકવાર નગરમાં ફરતા ફરતા એક ફકીર પર મન ઠરી ગયું. રાજા પોતાની દીકરીને પૂછે છે કે આ સંત સાથે તારા લગ્ન કરી દઉં. રાજા જાણતા હતા કે મારી દીકરીનું આધ્યાત્મિક જાગરણ થઈ ગયું છે. ઘરમાં રહીને આધ્યાત્મિક જાગરણ થઈ શકે છે. ધર્મ એ ભાવનાનો
• ૨૦૧ •