________________
* * * * * *
સમજતા સૂરજને ઉગવા તો દો ....!
મર્યાદાનું અતિક્રમણ થાય ત્યારે રામાયણનું સર્જન થાય છે. મિથ્યાત્વરૂપી પર્વતને ભેદવા જ્ઞાનરૂપી વજ જોઈશે.
સમજ એ સુખનું બીજું નામ છે. સમ્યકત્વ એ સમજણનું બીજું નામ છે. નિર્ભયતા એ જ્ઞાનની પાછળ આવતી સહચરી છે. પુણ્યના સાથ વગરની હોશિયારી વાંઝણી છે. જ્ઞાનષ્ટિના વિકાસમાં મોહર્દષ્ટિનો રકાસ થાય છે.
દેવદુર્લભ મનુષ્યભવના ગુણગાન જિનશાસનના તમામ ગ્રંથોમાં ગવાયા છે. આવો ભવ્ય મનુષ્ય જન્મ પામી માણસ દુ:ખી કેમ બને છે. એનું કારણ શું? જગતની અંદર જે દુઃખ છે એનું મૂળ કારણ મિથ્યાત્વ છે. અને સુખનું મૂળ કારણ સમક્તિ છે. મિથ્યાત્વરૂપી પર્વતને ભેદવા જ્ઞાનરૂપી વજ્ર જે મહાત્માના હાથમાં છે તે ચંદનના નંદનવનની અંદર આનંદપૂર્વક વિહરે છે. જ્ઞાન માણસને નિર્ભય બનાવે છે. ઈન્દ્ર એક સેકંડ પોતાની વજ્રને અળગું ન મૂકે. ભય નથી ત્યાં દુ:ખ નથી. નિર્ભયતા એ સુખનું બીજું નામ છે. આપણે દુ:ખી થઈએ છીએ પોતાના અજ્ઞાનના કારણે. મિથ્યાત્વ છેદાય તો જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. મિથ્યાત્વની પાંખો છેદાય છે તે સુખી બને છે. સુખી અને સુખનો ભેદ કયો? માત્ર સામગ્રી મળી જવી તે સુખી નથી. સુખનો સંબંધ સામગ્રી સાથે નહીં પણ સમજ સાથે છે. સુખનો સંબંધ સંપત્તિ સાથે નહીં પણ સંતોષ સાથે છે. સુખનો સંબંધ જગત સાથે નહીં પણ જાત સાથે છે.
મમ્મણ પાસે ધન ઘણું હતું પણ સમજ ન હોવાથી દુ:ખી હતો. માનવ માત્ર સુખના સાધન મેળવી લે એનાથી સુખી બનતો નથી. સાચી સમજણ એનું નામ સમ્યકત્વ. સમ્યકત્વ મળતા સાચી સમજ મળે છે અને સમજથી સુખ મળે છે. રાજગૃહીના પુણિયા પાસે શું હતું? બે જણા પુરતું ખાવાનું પણ ન હતું. છતાં રાજગૃહીમાં સૌથી વધુ સુખી પુણિયો જ ને? સમજ એ સુખનું બીજું નામ છે. અણસમજથી દુઃખની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ કે કર્મની તાકાત જીવને ૭મી નારકી સુધી લઈ જવાની છે. જયારે ધર્મ જીવને ૭મી
• ૨૦૦ •