________________
' સ્થાન કયાં? ધ્યાન કર્યા? પદાર્થને છોડી જેની આંતરિક પરિણતિ પદાર્થના બોધ તરફ હોય તે જ્ઞાની. પ્રોબ્લેમ વગરની જિંદગી નથી પણ તેમાંય પ્રસન્નતા ટકાવી રાખી શકે તે ધર્મી. જ્ઞાન, વૈરાગ્યનો ઉઘાડ એ ચિત્તની હંસવૃત્તિ છે. અજ્ઞાન અને રાગ એ ચિત્તની કુંડવૃત્તિ છે. અધર્મના સ્થાનમાં પણ સાવધાન આત્મા સંવર ધર્મ આચરી શકે છે.
ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ જ્ઞાનસારના જ્ઞાનાષ્ટકમાં જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજાવી રહ્યા છે. લોકોત્તર જ્ઞાનીની વ્યાખ્યા આગળ લૌકિક જ્ઞાનીની વ્યાખ્યા અર્થહીન બની જાય છે. મૌલિક ચિંતન આપતા જણાવે છે કે પદાર્થનું આકર્ષણ છોડી તેનું ચિંતન પદાર્થની પરિણતિ તરફ હોય. જ્ઞાનીને પદાર્થમાંથી મળતો બોધ મહત્ત્વનો લાગે. પદાર્થના પેકિંગ ઉપર તેમની નજર ન હોય. રાજહંસનું આકર્ષણ માનસરોવર સિવાય બીજે કયાંય ન હોય. જયારે ભુંડને સ્ફટીકની શિલા ઉપર કે રાજમહેલમાં બેસાડવામાં આવે તો પણ તેની નજર વિષ્ટા તરફ જ હોય. પદાર્થના ગંદવાડની જયારે માંડવાળ થાય છે ત્યારે જ પદાર્થના સ્વભાવનું ચિંતન થાય છે. પ્રવૃત્તિમાં ફરક ન થાય ત્યાં સુધી વૃત્તિઓનું પરિમાર્જન કરતા રહો. વ્યાખ્યાનમાં દુકાનની યાદ જરૂર આવી જાય પણ દુકાનમાં વ્યાખ્યાનની યાદ કેટલી આવે? પ્રભુનો શ્રાવક ધર્મની પ્રવૃત્તિમાં કદાચ પાછો પડે પણ વૃત્તિધર્મથી તો આગળ જ હોય. અકબર બીરબલની વાત વાંચવામાં આવેલી. રાજા અકબરને એકવાર બીરબલની હાંસી ઉડાવવાનું મન થયું. બીરબલ રાજસભામાં આવ્યો ત્યારે રાજદરબારીઓની વચ્ચે રાજાએ બીરબલને કહ્યું, મને આજે સપનામાં તારી યાદ આવી. મને રાત્રો એક સપનું આવ્યું પણ જવા દે એ કહેવા જેવું નથી. બીરબલ કહે જહાપનાહ સંભળાવો. રાજા કહે છે, બીરબલ તું સાંભળીને નારાજ થઈ જઈશ. તારી ખુશી ચાલી જશે. બીરબલ કહે છે સપનું આવ્યું જ છે તો કહી દો. અકબર કહે છે સપનાની દુનિયા ખૂબ અલગ અલગ હોય છે. ન્યારી હોય છે. આજે
- ૧૮૮