________________
પામ્યા છતાં ન સુધર્યા. પરમાત્માના દસ શ્રાવકો પૈકી મહાશતક શ્રાવકે ઘણું સમજાવ્યા છતાં તેની પત્નિ રેવતીએ માંસાહાર ન છોડ્યો. જ્ઞાની ભગવંતો કહે છે જયારે સમજાવ્યા છતાં કોઈ ન સમજે ત્યારે માધ્યસ્થ ભાવમાં આવી જાઓ. દીકરો, શિષ્ય, નોકર સમજાવ્યા છતાં ન સમજે ત્યારે ભગવાનને કહી દેવું કે ભગવાન, તું એમને બુદ્ધિ આપજે. માધ્યસ્થ ભાવ એટલે આંખ આડા કાન કરવા. ઉપેક્ષાભાવમાં આવતા થાઓ. આ ભાવના ધ્યાનમાં રહેશો તો સંકલેશ નહિ થાય. ભવિતવ્યતાના આધારે એને આગળ વધવા દો. તું તારું સંભાળી લે. પરપરિણતિ અજ્ઞાન છે. યુગલ પરિણતિ નીંદનીય છે. “સ્વ” પરિણતિ પ્રશંસનીય છે. શેઠ વિચારે છે કે હવે શું કરવું? જિનતત્ત્વ સાંભળ્યા પછી જો આપણામાં કાંઈ જ ફરક નહીં પડે તો આપણું શું થશે? જિનવાણી કર્ણનો નહિ કાળજાનો વિષય બનાવીએ. તારે બીજાનું ભલું કરવું હોય તો આ લાલુને વશમાં રાખ. હે જીવ! જયારે તારું કોઈ ન સાંભળે તો વિચારજે કે એમાં મારો કર્મ છે. જીવો સાથે બગાડવાથી કશું નહીં વળે. હદની આગળ કહેવા જશો તો સંબંધ તૂટી જશે. ચકોરને ટકોર બસ છે. બે-ત્રણ ટકોરથી વધારે એ પછી ટકટક થઈ જશે. કોઈના ઉપર ટકટક કરી ખટપટ ઉભી ના કરશો.
શેઠ વિચારે છે કે કોઈપણ હિસાબે દીકરાને ધર્મ કરાવું. લાગણી અને સ્નેહ જયારે ધર્મ સાથે જોડાય છે ત્યારે ઉત્થાન સર્જે છે. જરૂરીયાત એ સંશોધનની માતા છે. શેઠ એક યુક્તિ કરે છે. દરવાજાની સામે એક પરમાત્માની પ્રતિમા કોતરાવે છે અને ઘરનો દરવાજો નીચો કરાવે છે. આમ કરવાથી અનાયાસે પરમાત્માની સમક્ષ મસ્તક ઝૂકાવવું પડે. અનિચ્છાએ પણ નમસ્કાર થઈ જાય. દીકરાના અંતરમાં પરમાત્માના દર્શનની કોઈ ભાવના નથી છતાં સંસ્કાર પડી ગયા. ભાવ આવે કે ન આવે છતાં ધર્મક્રિયા કરતા જ રહો. એના સંસ્કાર પાડતા જ રહો. ભવાંતરમાં કામ લાગશે. શેઠનો દીકરો મરણ પામી સમુદ્રમાં માછલો થયો. દરિયામાં બંગડી અને નળિયા આકારના માછલાઓ ન હોય એના સિવાયના બધા જ આકારના માછલાઓ હોય. આ માછલાના જીવે દરિયામાં પ્રતિમાના આકારની માછલી જોઈ અને એની યાદદાસ્ત તાજી થઈ ગઈ. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. માછલાએ ત્યાં જ અણસણ કર્યું. ભાવથી પરમાત્માની ભક્તિ કરી હોત તો એનું કામ થઈ જાત. ભાવ વગર પણ અંદર પડેલા સંસ્કારો કિંમતી છે. સમજ જાગે છે ત્યારે જલચર જીવ પણ અણસણ કરી શકે છે. એકડા વગરના મીંડા જેવી પણ ક્રિયા કરતા રહો. કયારેક એકડો ઘૂંટાઈ જશે તો
- • ૧૯૪ • -