________________
વર્તમાન નહીં, ભવિષ્યતી દૃષ્ટિથી નીરખો
મોટામાં મોટો ભિખારી એ છે કે જેની પાસે શ્રદ્ધાની મૂડી નથી. જીવમૈત્રીને ટકાવવા જીવનું ભવિષ્યદર્શન કરો.
જે પોતાના દુ:ખને પચાવે છે એ બીજાના દુઃખને હળવા કરી દે છે. આત્મપ્રશંસા ઈચ્છનારો આધ્યાત્મિક જગતનો સટોડીયો છે.
ચાંદની જેવી ધવલ અને માખણ જેવી મુલાયમ પાંખોને ધારણ કરનાર હંસ સમાન જેમની વૃત્તિ છે એવા જ્ઞાનીઓનું આકર્ષણ નિર્વાણપદ તરફની સાધના તરફ હોય છે. આપણો પોતાનો મૂળભૂત સ્વભાવ કયો? ઘણી વખત વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે આનો સ્વભાવ બહુ ક્રોધી છે, આ બહુ અભિમાની છે, આ તો ઈર્ષ્યાથી ભરેલો છે. નિશ્ચયની દૃષ્ટિએ આ બધા અભિપ્રાયો ખોટા છે. તારો સ્વભાવ ક્રોધી છે એ વ્યવહારની ભાષા છે. ખરેખર ક્રોધ-માન-માયા-લોભ એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો મૂળ સ્વભાવ સચ્ચિદાનંદ છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, પ્રસન્નતા એ સ્વભાવ છે. આપણે જે વ્યવહારથી અભિપ્રાયમાં ઝૂલીએ છે એ વિભાવ છે. વ્યવહારર્દષ્ટિએ કદાચ દોષથી ભરેલ હશે પણ નિશ્ચયથી દરેક જીવ અનંત ગુણનો ભંડાર છે. આત્મદ્રવ્યની વચ્ચે કોઈ ભેદ નથી. નિશ્ચય સત્ય જુદુ છે અને વ્યવહાર સત્ય જુદુ છે. દરેક જીવનો સ્વભાવ આનંદસ્વરૂપ જ છે. હે જીવ! તું બીજાનો વર્તમાન જુએ છે એટલે જ રાગ-દ્વેષ થાય છે. આપણા એ દ્વેષમાં પણ કારણભૂત બને છે આપણો વીતી ગયેલો ભૂતકાળ! જ્ઞાનીઓ કહે છે જીવનો વર્તમાનકાળ નહીં, ભૂતકાળ નહીં પણ વીતરાગી એવો ભવિષ્યકાળ જોઈશ તો તને રાગ-દ્વેષ નહીં થાય.
ગુરુ-શિષ્ય જઈ રહ્યા છે. રસ્તામાં એક કસાઈને જુએ છે. ઘણાં બકરા કાપેલા પડ્યા હતા. કસાઈને બકરાનો વધ કરતા જોઈને શિષ્ય ગુરુને કહે છે કે આ નિર્દોષ જીવની હત્યા કરતો આ કસાઈનો જીવ દુર્ગતિમાં જશે. પ્રવૃત્તિ થકી થતો નિર્ણય એ અંતિમ સત્ય નથી. પ્રવૃત્તિથી પરિણામનો નિર્ણય થઈ શકે છે. શિયાળામાં દહીં ખાનારને શરદી થઈ શકે છે. થાય જ એવું નહીં. શિષ્યની વાત સાંભળી ગુરુ કહે છે આ કસાઈ બે કલાક પછી કેવળજ્ઞાન પામશે. જીવોનો વર્તમાનકાળ ન જુઓ. ભવિષ્યકાળ તરફ
• ૧૯૬ •