________________
તૈયાર થયેલા મીંડા એની સાથે જોડાઈ જશે.
ક્રિયા તો માત્ર પડિલેહણની હતી પણ સામાન્ય ક્રિયાથી વલ્કલગીરી જાગી ગયા. એ વિચારે છે આવું કયાંક કર્યું છે. હું સાધુ હતો એ ખ્યાલ આવે છે. અંતરમાં દુ:ખ થાય છે. કારણ? હું સાધુ થઈને ઉપર ચડવાને બદલે પાછો નીચે આવ્યો. ઉપર ગયા પછી નીચે આવવું એ સૌથી મોટું દુ:ખ છે. નીચેથી ઉપર જવું એ ગુણવત્તા છે. સંન્યાસી વિચારે છે નીચે જવામાં મારો જ પ્રમાદ કારણભૂત છે. પ્રમાદ એ પતનનું પ્રથમ પગથીયું છે. આત્મા ગુણોને બરબાદ કરે એનું નામ પ્રમાદ. વલ્કલચીરી ચિંતનમાં ચડતા ચિરંતન જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું રાગ-દ્વેષને આધિન બનેલો જીવ તોફાન કરી શકે છે. નિર્વાણપદ અપાવનાર જ્ઞાનની પંક્તિ પણ મહત્ત્વની છે. મોહનીયકર્મનો વધારો તે અજ્ઞાન. શાળામાં ભણતા વિદ્યાર્થી કેટલા વર્ષ કુલમાં રહ્યો એ મહત્ત્વનું નથી પણ કેવું ભણ્યો એ મહત્ત્વનું છે. કયારેક આપણે સૂટાની નવમી ગાથા આવડે પણ પંદરમી ભૂલી જઈએ આમ કેમ? જવાબ છે ઉદયમાં આવેલું જ્ઞાનાવરણીય કર્મ!
શાસનમાં એક મુનિની વાત આવે છે. એ મહાત્મા પહેલા ઘણું ભણ્યા પણ પાછળથી બધું જ ભૂલી ગયા. ખુદનું નામ પણ યાદ ન રહે. ત્યારે ગુરુ પાસે જઈને કહે છે કે હવે મારે શું કરવું? અંધકારમાં અટવાયેલાને પ્રકાશ આપે, નિરાશને આશા આપે અને ઉદાસને ઉલ્લાસ આપે તેનું નામ ગુરુ. ગુરુદેવે એ મહાત્માને એક જ વાક્ય માતુષ-માતુષ ગોખવા આપ્યો. ગુરુના હાથે મળેલી પ્રસાદીનું ભાવથી રટણ કરવા લાગ્યા. ગુરુ પ્રત્યેનું સમર્પણ અને શ્રદ્ધા ચમત્કાર સર્જે છે. શબ્દરૂપમાં મંત્રને યાદ કરવામાં ખોવાઈ જતા. ભૂલી જતા શબ્દને યાદ કરાવી આપનારનો ઉપકાર માને છે. ૧૨ વર્ષનો સમય પસાર થઈ ગયો. આ શબ્દથી નિર્વાણપદની સાધના કરી લીધી. ઝળહળતો કેવળજ્ઞાનનો પ્રકાશ ચમકી ઉઠયો. ગુરુએ આપેલી ધુળ તેજંતુરી કરતાંય કિંમતી લાગવી જોઈએ. જે ગ્રંથો ન આપી શકે તે કયારેક એકાદ પદ પણ આપી શકે છે. જેવી માંગ તેવી બાંગ ને સતત નજર સામે રાખવા જેવું છે. જ્ઞાનીઓ કદાચ નીચે આવી જાય તો પણ એનું આકર્ષણ તો પદાર્થના સ્વભાવ તરફ જ હોય છે. હંસ અને ભૂંડનું ખેંચાણ બન્ને અલગ-અલગ છે એક વાક્ય પણ જીવન અજવાળી લેવાય...!
-
2
= • ૧૯૫ •