________________
દષ્ટિ રાખો. જીવોનો ભવિષ્યકાળ જોવાથી જીવો ઉપર ભાવ થશે નહિ તો દુર્ભાવ થઈ જશે. આત્મા એ પરમાત્મા છે. જડ કયારેય પરમાત્મા નહીં બને. પ્રભુનું શાસન અતિ મહાન છે. મારવાડમાં તો કોઈના ઘરે નવી ભેંસ આવે તો એની આરતી ઉતારે. દરેક જીવો એ સિદ્ધોનું રો-મટીરીયલ્સ છે. જીવમૈત્રી ટકાવવા જીવનું ભવિષ્યદર્શન સર્વશ્રેષ્ઠ છે. દરેક જીવાત્મા ભવિષ્યનો પરમાત્મા છે. એકવાર માત્ર મોક્ષની ઝંખના જાગી જાય તો અવશ્ય મોક્ષ મળી શકે છે. ગુરુ કહે છે આ કસાઈનો જીવ બે કલાક બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. ઘણીવાર અજાણી-અસંભવિત લાગતી વાત શ્રદ્ધાથી માનવી જોઈએ. શ્રદ્ધા, એ સંસારની સંજીવની છે. આ જગતમાં મોટામાં મોટો કંગાલ કોણ? જેની પાસે શ્રદ્ધાની મૂડી નથી એ મોટામાં મોટો ભિખારી છે. જ્ઞાની ભગવંતો કહે છે કે શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે તેનું નિર્વાણ થતું નથી. માર્ગની ભૂલામણી ચાલે પણ શ્રદ્ધાની ભૂલામણી ન ચાલે. જિનકી ખાય બાજરી ઉનકી ભરે હાજરી. દેવ-ગુરુએ કહેલ વાતોનો એકવાર તો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર થવો જ જોઈએ. સમર્પણની સામે સ્વીકાર હોય સવાલ ક્યારેય ન હોય. ગુરૂની વાત શિષ્ય તહત્તિ કહીને સ્વીકારી લે છે. લાગણી અને ફરજની સામસામી ખેંચમાં માણસ સહુથી વધુ વ્યથિત અને બેચેન બને છે. ભાંગેલા હાડકા હાડવૈદથી સંધાય છે. પરંતુ મન ભાંગી જાય તો એને સાંધનાર હાડવૈદ મળતા નથી. શ્રદ્ધાના સહારે આપણી જીવન નાવડી તરી જાય છે.
આ કસાઈ બકરા કાપી રહ્યો છે. બકરા કાપતા કાપતા હાથમાં રહેલ છરો અચાનક હાથમાંથી છટકીને પગના અંગૂઠા પર પડે છે. અંગૂઠો કપાઈ ગયો. ખાટકી એકાએક નીચે બેસી ગયો. અંગૂઠામાંથી લોહીની ધારા વહી જાય છે. પીડા સહન થતી નથી. દુનિયાની દુન્યવી ઘટના એક જ હોય છે પણ જે દિલમાં ઘટે છે તેમાં ભેદ હોય છે. શ્રદ્ધા એ હૃદયનો વિષય છે. ખાટકીથી સહન થતું નથી ત્યારે એ ખાટકીને વિચાર આવે છે કે એક અંગૂઠો કપાઈ જતા મને આટલી વેદના થાય છે તો બકરાને કેટલી વેદના થતી હશે? પારકાના દુ:ખનો વિચાર પોતાના દુઃખને હળવું કરે છે. એક ઘરે માંગલિક સંભળાવવા એક મહારાજ ગયા. એ ઘરમાં યુવાન વયનો દીકરો બે દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો. સ્વજનોને શાંતિ મળે એ હેતુથી મહારાજ ગયા હતા. એક ભાઈ ખૂબ રડતા હતા. એમને એક બીજા ભાઈ આશ્વાસન આપતા હતા. માંગલીક સંભળાવી મહારાજ બહાર નીકળ્યા ત્યારે આશ્વાસન આપતા ભાઈ મહારાજશ્રીને ઠેઠ નીચે સુધી મૂકવા ગયા.
૦ ૧૯o •
-