________________
વિવેકાનંદ જેનું નાનપણનું નામ નરેન્દ્ર હતું તે પરદેશ જઈ રહ્યો છે. મા પાસે આશિષ લેવા આવ્યો છે. માતા વિચારે છે કે આ છોકરો પરદેશમાં રહીને આપણી સંસ્કૃતિને બરાબર વફાદાર રહેશે કે નહિ? તેની ખાત્રી કરી લઉં. એટલે તેણે નરેન્દ્રને કહ્યું મારું એક કામ કરીશ? તો નરેન્દ્ર કહે છે બોલ મા શું કામ છે? બેટા! બાજુના રૂમમાં શાક સમારવાની છરી પડી છે તે જરા લઈ આવીશ? માતા-પિતાની આજ્ઞા માટે બુદ્ધિ ન દોડાવો. નરેન્દ્ર તરત રસોડામાં જઈ છરી લાવી માતાના હાથમાં આપી દીધી ત્યારે મા કહે છે બેટા! તારા પર હાથ નહિ મૂકું તો પણ ચાલશે તારો વિજય થશે. આથી નરેન્દ્ર વિસ્મયથી માતાને પૂછે છે આપ આમ કેમ બોલો છો? તેની માએ કહ્યું, છરીનો અણીદાર ભાગ તે તારી તરફ રાખીને લાકડાનો ભાગ તે મને આપ્યો એનો મતલબ એ કે દરેકની પ્રવૃત્તિમાં તું બીજાની ચિંતા કરીશ અને એ જ કારણથી તું બધે ફાંવીશ. હાલનું શિક્ષણ છે આવું? આવા સંસ્કારો છે? અત્યારે તો બાપનો પ્રેમ નથી અને માતાનું વાત્સલ્ય નથી ત્યાં પરમાત્માનો અનુગ્રહ કયાંથી મેળવી શકે?
કરૂણતા છે તમારા જીવનની અને મૂર્ખામી છે તમારા મનની... દરેક સ્થળે અને દરેક પળે એને જગત પાસેથી કાંઈક ને કાંઈક મેળવતા જ રહેવું છે અને કોઈપણ સ્થળે અને કોઈપણ પળે સામેથી આપવાની ઈચ્છા થતી નથી. આ વૃત્તિ કેવી કહેવી? ભિખારીપણાની કે લૂંટારૂપણાની?
= • ૧૮૦ •