________________
બાજુમાં બેસવા તૈયાર થતા નથી. આ જેન્ટલમેન સાથે બાજુમાં બેસેલા ભાઈ વાતે વળગ્યા. વાતોનો રંગ જામ્યો છે. અચાનક પેલા ભાઈને હાથમાં ખંજવાળ આવતા પેલા જેન્ટલમેને પોતાના કોટની બાય થોડી ઉંચી કરી ખંજવાળવાનું શરૂ કર્યું. ત્યાં બાજુમાં બેઠેલા ભાઈની નજર આ જેન્ટલમેનના હાથ પર ગઈ. અરે! આ માણસને તો રક્તપિત્ત થયેલું છે. શરીર કોઢથી ઘેરાયેલ છે. આ તો રોગીષ્ટ છે. તરત એ ભાઈ ઉભા થઈ ગયા. પેલા જેન્ટલમેનને કહે છે જસ્ટ જરા એક મિનિટમાં આવું! ભાઈ ઉઠીને ગયા તે ગયા પાછા એ સીટ પર બેસવા ન આવ્યા. એક મિનિટમાં શું થઈ ગયું? આટલો સમય એ ભાઈની નજર જેન્ટલમેનના કોટના શણગાર પર હતી. પણ એ નજર જયારે કોટની અંદર ગઈ ત્યારે .જ્ઞાનીઓ કહે છે. બહારના દેહના દેખાતા ભભકાઓ જોઈને મોહાઈ ન જાઓ. અંદરને જોતા શીખો. આજે ખાધેલી ભાખરવડી કે રસમલાઈ ૨-૩ કલાકે પાછી પેટની બહાર આવે તો? જોવી પણ ન ગમે. કોઈપણ પ્રવૃત્તિને અંદરથી જુઓ. આંતરિક અને બાહ્ય દુનિયાના માપદંડ જુદા છે. જગતના જીવો છે રાગી, શ્રાવકો છે વૈરાગી, ગુરુ મળ્યા છે ત્યાગી, ભગવાન છે વિતરાગી ને ધર્મ મળ્યો છે ગુણાનુરાગી. જેને આટલું બધું મળી જાય એ છે બડભાગી. જ્ઞાનીઓ કહે છે શરીર ઉપરની રૂપાળી ચામડી એ શરીર પર લગાડેલું સ્ટેનલેસ સ્ટીલનું ઢાંકણું છે. ખરાબમાં ખરાબ આ શરીરની મિલ છે. આ શરીરની મિલમાં મોં બગાડવા જેવું નથી. આત્મા જ્ઞાની બને એટલે શું બદલાય? ઘર,નગર, પહેરવેશ એ બધા બદલાય...? ના. જ્ઞાની આત્માનું આકર્ષણ બદલાય..પરિણતિ બદલાય એ જ્ઞાનનું સાચું ફળ છે. ગઈકાલ સુધી એના મનમાં રહેલ દષ્ટિકોણો બદલાઈ જાય. બાહ્ય દુનિયામાં ફરક ન પડે પરંતુ એની અંતરંગ દુનિયામાં ફરક પડી જ જાય. જ્ઞાનીની વૃત્તિ-પ્રવૃત્તિઓનું પરિમાર્જન થઈ જાય. દષ્ટિમાં તેજસ્વિતા પ્રગટી જાય જ્ઞાની આત્માનું આકર્ષણ સગુણો તરફ જ હોય. સારા તરફ જ હોય. ઉપાસના અને ભાવના તરફ જે ખેંચાય તે જ્ઞાની અને વાસના કામના તરફ જે ખેંચાયા તે અજ્ઞાની. જ્ઞાની હોય એની પ્રવૃત્તિઓનું પરિમાર્જન થાય કે ન થાય પણ વૃત્તિઓનું પરિમાર્જન તો થઈ જ જાય. મૃગાવતીને કેવળજ્ઞાન થયું ત્યારે એમનો સંથારો નહોતો બદલાયો પણ એમની વિચારધારા બદલાઈ હતી.
એક આચાર્ય ભગવંતની વૈયાવચ્ચભક્તિ એક પરમ જ્ઞાની આત્મા કરી રહ્યા છે. રૂડી રીતે સેવા કરે છે. એકવાર વરસતા વરસાદમાં ગુરુદેવ માટે ગોચરી લાવ્યા. વરસતા વરસતા ગોચરી શી રીતે જવાય? એમ જયારે
= • ૧૮૩ •