________________
ગુરુદેવે પૂછયું ત્યારે ભક્તિમાં મસ્ત બનેલા મહાત્માએ કહ્યું કે હું અચિત્ત વરસાદ પડતો હતો ત્યાંથી જ ગોચરી વહોરી લાવ્યો છું. આપને સચિત્ત અચિત્તની ખબર શી રીતે પડે? એ વખતે એ ત્યાગી મહાત્માએ કહ્યું કે આપની કૃપાથી. તમને કોઈ જ્ઞાન થયું છે? આપની કૃપાથી...પ્રતિપાતી કે અપ્રતિપાતી, કામચલાઉ કે કાયમી? ત્યારે એમણે કહ્યું ગુરુદેવ આપની કૃપાથી અપ્રતિપાતી. આચાર્ય ભગવંત તરત ઉભા થઈ ગયા. હાથ જોડીને કહે છે મને માફ કરો. મે કેવલજ્ઞાનીની ઘોર આશાતના કરી. ગુરુ રહ્યા છબસ્થ પણ વિનય કરે ભગવાન. જ્ઞાની કયારેય પોતાના મુખેથી કહે નહીં ” કે મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ શાસનમાં કેવલજ્ઞાની પણ છઘસ્થની સેવા કરે એ જ જિનશાસનની બલિહારી છે. ગુરૂભગવંત એમને હાથ જોડી નમસ્કાર કરે છે અને પોતાને ધિક્કારે છે. જ્ઞાની આત્મા સંસારમાં રહીને કર્મના ભૂક્કા બોલાવતા હોય છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કેટલાય કર્મો ખપાવી દે છે. કાજળના ઘરમાં રહેવું અને ડાઘ ન લાગે એ શક્ય નથી પણ આધ્યાત્મિક દુનિયાના જ્ઞાની પુરુષો પાપ વચ્ચે હોવા છતાં પાપથી લેપાતા નથી. ગુજરાતના એક ચારણ કવિએ લખ્યું છે – સંસારમેં રહો તો ઐસે રહો, ક્યું જીભ રહે મુખમાંહી. ખાવત દૂધ-ઘી, પર રહત ચીકની નાહી. ખાધા પછી જીભને ચણાના લોટથી કે ગરમ પાણીથી સાફ કરો છો. ના. બસ જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં હે જીવ! તું જીભની જેમ રહેજે. તારા જીવનમાં ચીકાશ નહીં લાગે તો ફિકાશ નહીં આવે અને ઝડપી આત્મવિકાસ થશે. વિનાશનો સ્વભાવ અવિનાશમાં પલટાઈ જશે. આચાર્ય ભગવંતને પણ એ પશ્ચાતાપની ધારાએ કેવળજ્ઞાન અપાવી દીધું. સાધનાના ક્ષેત્રે કદાચ પાછળ રહી જવાય પણ ભાવનાના ક્ષેત્રે તો પાછળ નથી જ રહેવું એવું નક્કી કરો. ધ્યાન તો ઉચું જ રાખવાનું છે. રોજ નવકારશી કરનારનો ભાવ તો અણાહારી બનવાનો જ હોવો જોઈએ. થોડુંક પણ મોક્ષનું ચિંતન કરાવે તો એ શ્રેષ્ઠ જ્ઞાન છે. જે જ્ઞાન મોહનીયનો ક્ષય કરાવે તે જ્ઞાન શ્રેષ્ઠ છે. પદાર્થને છોડી જેની પરિણતિ પદાર્થના બોધ તરફ હોય એ જ્ઞાની છે. જ્ઞાની માણસ શાંત રહી શકે છે.
અહીં કેતુમતિ અંજનાનો તિરસ્કાર કરે છે. કહે છે આજે મારી ભ્રમણા દૂર થઈ ગઈ. પવનંજયે તો તને પહેલેથી ઓળખી લીધી. આજે મને સમજાયું કે તું કુલટા છો. તારા લક્ષણ સારા નથી. કઠોર વચનોથી પ્રહાર કરી કેતુમતિ પોતાના પતિ પાસે ગઈ અને કહે છે, આજે તમારી ૭ર પેઢીને કલંક લાગ્યું છે. કેતુમતિ બધી વાત કરે છે. રાજા અંજનાને બોલાવે છે.
= • ૧૮૪ •