________________
(લોકવૈભવ "તંહિ પણ ગુણવૈભવ સંસારસાગર તરવા માટે અનુમોદના એ જહાજ છે. પુણ્ય દ્વારા મેળવેલી ચીજો ભોગવટા પછી ચાલી જવાની છે. સ્વાભાવિક ચીજો પોતાની છે, વિભાવિક ચીજો પારકી છે. કર્મે આપેલી ભેટ તો કર્મસત્તા પોતે જ પાછી ખેંચી લેવાની છે. સુખની પરમ સીમા એ સિદ્ધદશા, દુઃખની પરમ સીમા નિગોદ. વાહવાહ એ કચરો છે, કંચન તો છે આત્મશુદ્ધિ. જગતની સાક્ષી કદાચ ખોટી હોઈ શકે પણ જાતની સાક્ષી ક્યારેય ખોટી ન હોય. આવતી ચીજો માટે હરખ ન કરો, જતી ચીજ માટે આંસુ ન પાડો. ભગમનું સ્મરણ જેમ પાપથી દૂર રાખે તેમ મરણનું સ્મરણ પણ પાપથી દૂર કરે છે.
મહાન જ્ઞાની ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારના સ્વાધ્યાયમાં ગુણવૈભવની વાતો પૂર્ણતાના અષ્ટકથી સમજાવી રહ્યા છે. લોકવૈભવથી તરાતું નથી પણ ગુણવૈભવથી સહજ તરી શકાય છે. “મને બધું મળી ગયું એ સાચી પૂર્ણતા નથી.
| સ્વાભાવિક પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન હોવો જોઈએ. પરભાવિક પૂર્ણતા માંગી લાવેલ ઘરેણાં જેવી છે. પારકા ઘરેણાંમાં શણગાર અને શોભા હોવા છતાં એના પર પોતાનો અધિકાર મૂકાતો નથી.
મુદતીયા તાવની જેમ બધું જ ચાલ્યું જાય છે. વૈરાગ્ય પણ મુદતીયો હોય છે. સાદડી કે પ્રાર્થનામાં જાઓ ત્યારે તમારો રંગ જુદો અને લગ્નના રીસેપ્શનમાં જાઓ છો એનો રંગ જુદો દેખાય છે.
તમે અહીં હો છો ત્યારે વૈરાગી, ને બહાર નીકળતાં જ રાગી. ખરું ને? સ્વાભાવિક પૂર્ણતા ચિરંજીવી છે, વૈભાવિક પૂર્ણતા ક્ષણજીવી છે.
ભૌતિક સુખ-સામગ્રી દ્વારા મળેલી પૂર્ણતા એ ઉછીના લાવેલા ઘરેણાં જેવી છે. પૂર્ણ થતાં કર્મ પાછી ખેંચી લેશે. પાંચ-સાત દિવસ માટે રોકેલી ટેક્સી સમય છતાં છોડવી પડે છે. જે ચીજ પારકાની છે તે એક દિવસ પરત કરવાની છે.
= • ૨૩ • =