________________
પ્રવૃત્ત ન થાય. વિષય સુખથી નિવૃત્ત થાય એ આત્મતત્ત્વમાં પ્રવૃત્ત થાય.
એક સંત રસ્તા પરથી જતા હતા. પાછળથી એમની સંન્યાસિની બનેલી પત્ની આવતી હતી. સંતે રસ્તામાં ચાલતા સોનામહોર અને હીરાની વીંટી જોઈ. સંત વિચારે છે કે પાછળ સંન્યાસિની છે, તે આ વસ્તુઓથી મોહાઈ જશે. તેથી સંતે પગથી ધૂળ વડે સોનામહોર અને હીરાની વીંટી ઢાંકી દીધી. સંતને કાંઈક કરતા જોઈ સંન્યાસિનીએ સંતને પૂછ્યું - તમે શું કરતા હતા? કાંઈ નહી. અતિ આગ્રહ કરતા સંતે હકીકત કહી. ત્યારે સંન્યાસિની કહે છે કે, તમને હજી ધૂળમાં અને સોનામહોરમાં ફરક દેખાય છે પણ મને ધૂળમાં અને સોનામહોરમાં કશો ફરક દેખાતો નથી. સોનામહોર જ ધૂળ છે. તમે તો ધૂળ ઉપર ધૂળ નાંખી છે. પુદ્ગલ માટે જેની પ્રીતિ છૂટી ગઈ હોય એના માટે જ આવી વિચારણા શક્ય છે.
પુદ્ગલનો પ્રેમી શરીર અને સંસારનો પ્રેમી બને છે. પ્રભુ વીરના શરીર ઉપર કીડીઓ કાણાં પાડે છતાં કશું જ નહિ અને તમે શરીરથી અલગ રહેતા કપડાં ઉપર ડાઘ પડે તો પણ રાગ-દ્વેષમાં અટવાઈ જાઓ છો!
ઘરમાં હજાર રૂપિયાનું ફેન્સી ઝુમ્મર વહુના હાથે તૂટી ગયું. બેટા! વાગ્યું તો નથી ને? આ બે મીઠા શબ્દથી પુદ્ગલ તૂટ્યું છતાં આપસમાં પ્રેમ વધ્યો. પાંચ રૂા.નો ગ્લાસ તૂટી ગયો. તરત જ બોલી ઉઠે કે તારા હાથ ભાંગી ગયા છે? આટલુંય ઊંચકાતું નથી. પ્રેમ વધ્યો કે ઘટ્યો?
જીવદયા તો પાળો છો હવે જીભદયા પણ પાળો.
કપમાં ચા ગરમ હોય તો રકાબીમાં કઢાય, પછી ફૂંક મરાય, પછી પીવાય. સીધી જ પીવા જાવ તો? ક્યારેક શેઠ ગરમ થઈ જાય તો સીધું માં લગાવાય જ નહીં. મીઠા વચનોથી ફૂંક મારજો પછી એમની સાથે બોલજો. અરસપરસ આનંદ પેદા થશે.
જ્ઞાનીઓ એક જ વાત સ્પષ્ટ કરી રહ્યા છે. પુદ્ગલ સાથે માત્ર સંપર્ક એની સાથે સંબંધ જોડાયો તો ખલાસ. આવશ્યક્તા સુધી વાંધો નહિ પણ એ જ જયારે ઈચ્છા અને લાલચની પાછળ દોડે એટલે જ વિસંવાદ સર્જાય છે. પુદ્ગલ પ્રીતિ શરીર માટે ઝેર છે. ઝેર જેમ શ્વાસોચ્છવાસનો અંત કરી દે છે તેમ પુદ્ગલ વૈરાગ્યરૂપી શ્વાસોચ્છવાસનો અંત લાવે છે.
પરભાવની અંદર હું કર્તા કે ભોક્તા નથી. કર્તા-ભોક્તા માત્ર જાત માટે જ છીએ. સ્વમાં આધીન પણ પરમાં પરાધીન. પરમાં સાક્ષીભાવ ધારણ કરે અને સ્વમાં કત-ભોક્તાનો ભાવ અપનાવે તો એ પરમ સુખ મનથી અનુભવે.
= ૦ ૦૫ .