________________
ગોચરીમાં કયાંય રસ નહોતો. ખાવા છતાં ઉપવાસી એનું નામ અંતરસાધના. પાત્ર-પદાર્થ પરિસ્થિતિ મળ્યા પછી રાગ-દ્વેષ ન કરે તો જીવ લપાતો નથી. ઔદાયિક ભાવના કારણે જે કાંઈ મળે ત્યારે એકજ વિચાર કરવાનો કે મારા જ પોતાના શુભ-અશુભ કર્મોનું આ ફળ છે. જે રાગ-દ્વેષમાં લપાતો નથી તે પાપી છતાં નિષ્પાપી છે એટલે તો લગ્નની ચોરીમાં ગુણસાગરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
એક છોકરાએ પોતાના પિતાને પૂછયું, પિતાજી! આ લગ્નમાં પતિપત્નિનો હસ્તમેળાપ શા માટે કરાવે છે? પિતાજી કહે છે કે બેટા કુસ્તીના મેદાનમાં જયારે બે જણા લડવા તૈયાર થાય ત્યારે પ્રથમ હાથ મિલાવે તેમ આ પતિ-પત્નિ સંસારરૂપી મેદાનમાં પ્રવેશ કરતા પહેલા હાથ મિલાવે છે. ચોરીમાં પતિનો હાથ પત્નિના હાથમાં છે છતાં ગુણસાગર લેપાય નહીં. જ્ઞાનીઓ કહે છે તું કયાં છે એ મહત્ત્વનું નથી પણ તારું દિલ ક્યાં છે એ મહત્ત્વનું છે.
જીવનની દિશા માટેના ત્રણ વિકલ્પો છે. એની પસંદગી કરશો... (૧) સમૃધ્ધ થવું છે. (૨) સમર્થ બનવું છે. (૩) શુધ્ધ થવું છે. સમૃધ્ધ બરબાદ થઈ શકે છે સમર્થ કમજોર બની શકે છે જ્યારે શુધ્ધ આબાદ બને છે. શુધ્ધ માટે સદ્ગણોનો વિકાસ કરજો .
=
૧૪૩
.