________________
રાણીને ધર્મ ન મળ્યો હોત તો આખી જિંદગી ઝેર બની જાત. ધર્મીને આવતા દુ:ખથી ધર્મી જીવો અધર્મી પ્રત્યેનો મૈત્રીભાવ તોડતા નથી. ધર્મરહિત એવા કોઈક પાપીને આવતા દુ:ખોથી તે જીવોનો દ્વેષી બની જાય છે. આર્તધ્યાનમાં લાગી જાય છે. ઘટના એક જ હોય છે પરંતુ ભીતરમાં ચિંતન અલગ હોય છે. પાપીને મળતી લક્ષ્મીથી પાપ વધે કે ઘટે? શેરબજારનો આંકડો વધે એની ચિંતા થાય છે. પણ જીવ આમાં તારો સપાટો કેટલો બોલાયો છે એને જો! ધર્મીના જીવનમાં કોઈપણ ઘટના બની જાય તો એને તે સારા માર્ગે વાળે. ધર્મી આત્માને સગવડ મળતી જાય તેમ એનો ધર્મ વધતો જાય. અગવડ કે સગવડ છતાં અંતરમાં ધર્મધ્યાન હોય. ધર્મી આત્મા ભગવાન પાસે જઈને કહે મને બધું જ ચાલશે તું મારા જીવનમાં સારી ભાવના આપ. દુર્ભાવનામાં બધું જ નકામું છે.
સુશ્રાવક કેશવલાલ વજેચંદે પૂ. લબ્ધિ સૂ.મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢયો. સંઘ અડધી મંજિલે પ્હોંચ્યો હશે ત્યાં સમાચાર મળ્યા કે એમની પાર્ટી ઉઠી ગઈ છે. જયારે કેશવલાલ સંઘપતિને આ સમાચાર મળ્યા તેણે તરત જ કોઠાર સંભાળતા ભાઈને બોલાવ્યા અને પૂછ્યું અનાજ કેટલું છે? પાંચ દિવસ ચાલે એટલું. પૈસા કેટલા છે? શ્રાવકે અમુક રકમનો આંકડો કહી બતાવ્યું. કેશવલાલે કહ્યું કે આજે યાત્રિકોની ભક્તિ માટે ચાર મિષ્ટાન્ન બનાવો. બે મીઠાઈ તો તૈયાર છે. સંઘપતિ કહે ભલે તૈયાર છે. પણ આજે ખૂબજ ભક્તિ ક૨વી છે. આચાર્ય ભગવંતને જયારે સમાચાર મળ્યા ત્યારે તેમણે કેશવલાલને બોલાવીને કહ્યું કે કેશવલાલ યહ કયા હૈ? તને સમાચાર મળ્યા કે નહીં? ત્યારે ભક્તહૃદયી ગુરુભક્ત સંઘપતિ કહે છે ગુરુદેવ સમાચાર જાણ્યા એટલે જ આજના દિવસની ભક્તિ જમાવી દઉં કાલે આ સંઘનું શું થશે કોને ખબર? પૂ. આ. શ્રીની આંખોમાં આંસુ આવી ગયા. એમણે કેશવલાલને કહ્યું અહીં આવો તમને વાસક્ષેપ આપું. કેશવલાલ પણ પૂર્ણ શ્રદ્ધાથી વાસક્ષેપ ગ્રહણ કરે છે. સંઘ કાઢયા પછી મને આવી દરિદ્રતા આવી આવો વિચાર પણ તેમના મનમાં ન આવ્યો. પાપના ઉદય સમયે ધર્મ કો કે ન કરો પણ પાપકર્મ પોતાનું કાર્ય તો ભજવવાનો જ છે. એ દિવસે કેશવલાલે મન મૂકીને ભક્તિ કરી જેટલુ વપરાયું એટલું વાપર્યું. ધર્મના પ્રભાવે આખી બાજી પલટાઈ ગઈ. ધર્મની જે રક્ષા કરે તેની ધર્મ પણ રક્ષા કરે. મહાપુરુષો ઘણીવાર કહેતા ધ્યાન રાખજો સંઘપતિ કયારેય રસોડામાં જાય નહીં. ત્યાં વપરાતા ઘી-તેલને જોઈને એના મનમાં કયાંક કોઈ યાત્રિકો પ્રત્યે ખરાબ વિચાર આવી જાય તો ભયંકર પાપ બંધાઈ જાય. એ ધન · ૧૬૫ •