________________
સાધના સાથે ભાવના જરૂરી.....!
પરમોપકારી ઉપાધ્યાયજી મહારાજ હાલ વરસાવીને ભાવનાનું સામ્રાજ્ય મન પર જમાવવાની પ્રેરણા આપી રહ્યા છે. સાધનાને જેમ ધર્મ છે તેમ ભાવનાનો પણ ધર્મ છે. કર્મબંધનું કારણ કષાય છે. કષાયો પ્રથમ મનમાં પેદા થાય છે. માટે જ મનને ભાવનાથી ભીનું ભીનું બનાવી દેવાની વાત કરે છે.
સંસારમાં તમે કોની આજ્ઞા માનો છો? એક ફોટોગ્રાફરની બધી જ આજ્ઞાઓ માનવા તૈયાર થઈ જાઓ છો જયારે પરમાત્માની કેટલી આજ્ઞાઓ માની. પરમાત્માનું ચૈત્યવંદન કરતા ત્રણ દિશાઓની છોડી માત્ર એક જ દિશામાં પ્રભુ સન્મુખ જોવાનું છે. છતાં આપણે શું કરીએ છીએ? હજામત કરાવવા જાઓ તો હજામની બધી જ આજ્ઞા માનવા તૈયાર થઈ જાઓ છો. જ્ઞાનીઓ કહે છે આત્માની સલામતી રાખવી હોય તો દેવગુરુની આજ્ઞા માનતા જાઓ. સાધુ ભગવંત સ્થિર ઉભા છે. ચામડી ઉતારતા ઉતારતા આખરે તેઓ ઢળી પડ્યા અને સંસારમાંથી વિદાય થયા. એમની બાજુમાં રહેલ ઓઘો લોહીથી ખરડાઈ ગયો હતો. આકાશમાંથી જતી એક સમડીએ માંસનો ટૂકડો સમજીને ઓઘાને લઈને આકાશમાં ઉડવા લાગી એ ઓઘો યોગાનુયોગે રાજમહેલની અગાશીમાં પડ્યો. રાણીએ ઓઘો જોયો. અરે! આ તો મારા ભાઈ મહારાજનો છે એમ કહેતી રાણી બેભાન થઈ ગઈ. રાજા દોડતા આવ્યું શું થયું? ઉપચારથી રાણી ભાનમાં આવે છે અને રાજાને કહે છે તમારા નગરની અંદર મારા ભાઈની હત્યા! સાધુ બનીને આવેલ મારા માડી જાયા ભાઈનું સન્માન થવાને બદલે ખૂન! આ શબ્દો સાંભળતા જ રાજા પોતાના મ્યાન માંથી તલવાર કાઢે છે અને રાણીને કહે છે આ તલવાર ચલાવી દે મારી ઉપર. તારા ભાઈની હત્યા મેં જ કરાવી છે. રાણી હાથમાં તલવાર લે ખરી? રાણી પૂછે છે એક પવિત્ર મુનિની હત્યા કરાવવાનું કારણ શું? રાજા કહે છે મનથી તો વિચાર કરી ભયંકર પાપ કર્યું છે. હવે આ જીભને બગાડવાની મારી તૈયારી નથી. રાણી અતિ આગ્રહ કરે છે ત્યારે રાજા પોતાના મનમાં આવેલો વિચાર જણાવે છે. રાણી કહે છે તે રાજા! આટલા વર્ષના સહેવાસ પછી તમને મારી પર આટલો જ વિશ્વાસ, આને કહેવાય સંસાર! એક સેકન્ડમાં રાણીના વિચાર પલટાયા. દોષ મારા કર્મોનો છે. વૈરાગ્યના ભાવમાં રાણી ઉપર ચડે છે. સ્વભાવ તરફ ગમન કરે છે. બાજુમાં રહેલ ઓઘો હાથમાં લે છે ત્યાં જ રાણીને કેવળજ્ઞાન થાય છે.
= • ૧૬૪ • =