________________
જ વાંક છે. ત્યારે અંજના કહેતી, મા આવું ન બોલો. અંજનાની સાથે આવેલી દાસી કહો કે સખી કહો એનું નામ વસંતા પણ અંજનાને ઘણીવાર કહેતી આ પવનંજય કરતા પથ્થર મળ્યો હોત તો સારું થાત કામ તો આવત. અંજના તરત જ પોતાની સખીને કહેતી કે એમના વિષે એક શબ્દ પણ બોલીશ નહીં. છતાં વસંતાથી રહેવાતું નથી એ કહે છે કે એ માણસ નથી હેવાન છે. અંજના કહે છે કે શાંત થઈ જા. વસંતા કહે છે, તને આટલા કુહાડા માર્યા છતાં તું આટલી લાગણી શા માટે રાખે છે? તને હેરાન કરવામાં બાકી શું રાખ્યું? અંજના કહે છે કે બેન દોષ એમનો નથી પણ દોષ તો મારા કર્મોનો છે. ભારતીય સંસ્કૃતિમાં ઘણી મર્યાદાઓ હતી. પવનંજયના મનમાં એક જ કારણ અંજના માટે હતું. અંજનાને મારા કરતા કોઈ બીજા ઉપર વધારે પ્રેમ છે. મારી ઉપર જો એને પ્રેમ હોત તો પોતાની સખીઓની સામે મારો બચાવ કરત. મારી ઉપર જેને પ્રેમ નથી એની સાથે જીવન વિતાવવાથી શું વળે? શંકાનું જોર કેટલું ભયંકર છે? એક વખત રાવણે પવનંજયના પિતાને યુદ્ધ માટે બોલાવ્યા. પવનંજયના પિતા તૈયાર થાય છે. ત્યારે પવનંજય પોતાના પિતાને કહે છે હું છું તો તમારે જવાની જરૂર નથી. લડવા માટે હું જઈશ. શિષ્યના મનમાં પણ પોતાના ગુરુ માટે આવા જ ભાવ હોય છે. હું બેઠો હોઉં ત્યાં સુધી મારા ગુરુદેવને કોઈ તકલીફ ન આપું. કોઈ રીટાયર્ડ કરે એની પહેલા આપણે જાતે જ રીટાયર્ડ થઈ જાઓ. ટાઈમસર રાજીનામું આપવામાં જ ખરી મજા છે. શ્રેણિક સમયસર રીટાયર્ડ થઈ ગયા હોત તો કોણિકને આવા પગલા લેવા ન પડત. શ્રાવકોએ દુકાનમાંથી અને બહેનોએ રસોડામાંથી સમયસર રીટાયર્ડ થઈ જવાનું જેથી દીકરાઓ કે વહુઓને તકલીફ ન લેવી પડે. પિતાની આજ્ઞા લઈ પવનંજય યુદ્ધ માટે જવા તૈયાર થયા. આ સમાચાર અંજનાને પણ મળ્યા. ૨૨ વર્ષના વહાણા વહી ગયા છતાં અંજનાએ પોતાના પતિના મુખદર્શન પણ કર્યા નહોતા. અંજનાની માતાએ કેવા સંસ્કારોનું સિંચન કર્યું હશે કે જેથી એક સતી સ્ત્રી તરીકે પોતાના કર્મોને નિહાળતી. એક મહેલમાં દિવસો વિતાવે છે. આપણને રોષ આવે છે બીજા ઉપર કારણ કે આપણે વાંક પેલાનો કાઢીએ છીએ. આજથી જીવનમાં એક સૂત્રનું રટણ કરી દો. હે જીવ! તારા કર્મોનો દોષ છે, તેથી ન કર કોઈની ઉપર રોષ. જિંદગીમાં કાંઈપણ બની જાય ત્યારે આ એંગલ અપનાવો. દોષ પોતાના જોવાથી કર્મોનો કોપ નહીં થાય. એક સત્ય ઘટના- અમેરિકામાં એક છોકરા છોકરીએ પોતાની મરજી
= • ૧૦૦ •